હું યૌન સંબંધ બાંધવા માટે સક્ષમ જ નથીઃ દાતી મહારાજ

0
193

ન્યુ દિલ્હી,તા.૨૩
શિષ્યા સાથેના દુષ્કર્મના આરોપી દાતી મહારાજની ક્રાઇમ બ્રાંચે ગઈ કાલે બીજીવાર પૂછપરછ કરી હતી. જે ૧૧ કલાક ચાલી હતી. જેમાં દાતી મહારાજે પોલીસના સવાલોથી અકળાઈ જણાવ્યું હતું કે હું યૌન સંબંધ બાંધવામાં સક્ષમ જ નથી. તેના આવા જવાબથી હવે તેનો પોટેન્સી ટેસ્ટ કરાવવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ આ કેસ ૨૦૧૬નો છે, જેથી તપાસકર્તા ફક્ત ટેÂક્નકલ પુરાવા અને સાક્ષીઓને આધારે જ તપાસને આગળ વધારી શકે છે. ઈન્ટર સ્ટેટ સેલની કચેરીમાં પૂછપરછ દરમિયાન દાતી મહારાજે આ સમગ્ર કેસમાં એક પૂર્વ સહયોગીનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. દાતી મહારાજે જણાવ્યું કે તેમના સહયોગી સાથે તેમને રૂ. ૩૨ કરોડને લઈને વિવાદ છે. પોલીસે આ સહયોગીને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે.
ફરિયાદી મહિલાનો દાવો છે કે આશ્રમમાં રહેતી આવી કેટલીક મહિલાઓને તે ઓળખે છે, જે દાતીના જાતિય શોષણનો ભોગ બની છે. જા કે આ મહિલાઓને દાતીના સમર્થકો ધમકી આપી રહ્યા છે. પોલીસ વધુ એક મહિલાની પૂછપરછ કરી શકે છે, જે આશ્રમની રોજબરોજની કામગીરીની દેખરેખ રાખવાનું કામ કરે છે. મહિલાએ જણાવ્યું કે પીડિતાને દાતી મહારાજે રૂમમાં ‘સેવા’ માટે બોલાવાતી હતી. દાતી અને તેમના સમર્થકો તેનું શારીરિક શોષણ કરતા હતા. મહિલાએ જણાવ્યું કે, ‘હું તેમની સમર્પિત ભક્ત હતી અને સેવા માટે રૂમમાં જવા રાજી થઈ હતી, પરંતુ દાતીએ તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો.’

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY