રાજકોટ,તા.૧૯
રાજ્ય સરકાર દ્વારા મગફળી કાંડના સમગ્ર મામલામાં હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક ન્યાયિક તપાસ પંચની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં બનેલા બારદાન કાંડમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજકોટના, સૌરાષ્ટ્ર એરિયા મેનેજર મગન ઝાલાવાડિયા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાઇ છેરાજકોટ પોલીસ દ્વારા મગન ઝાલાવાડીયાના રીમાન્ડ મંજૂર કરાવ્યા બાદ તેમની વધારે પૂછપરછ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં પી ડિવિઝન પોલીસની હદમાં આશરે પાંચ મહિના પહેલા મગફળીના બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં આશરે ૧૭ કરોડ રૂપિયાન બારદાન બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે બચેલા બારદાનને રૂ.૧૫.૮૦ લાખમાં વેચવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટ પી ડિવિઝન પોલીસે ગુજકોટના સૌરાષ્ટ્ર એરિયા મેનેજર મગન ઝાલાવાડીયા, ગુજકોટના મેનેજર મનોજ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર એરિયા મેનેજર મગન ઝાલાવડીયા,ગુજકોટના મેનેજર મનોજ અમદાવાદ સહિત મનસુખ લીંબાસિયા, કાનજી ઢોલરીયા, નીરજ, પરેશ સખારવા, મહેશ પ્રધાનભાઈ અને અરવિંદ ઠકર સામે નોંધાઈ ફરિયાદ છે. ૧૩ માર્ચ ૨૦૧૮ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નરના પી ડિવિઝનની હદમાં આ બારદાન કાંડ થયો હતો. પાંચ મહિના બાદ પોલીસ સફાળી જાગી હોય એવો ચિતાર જાવા મળી રહ્યો છે.
આભાર – નિહારીકા રવિયા
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



