જસદણ ચૂંટણીના પ્રચાર માટે ભાજપે લીધો બાળકોનો સહારો

0
5

ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવો બાળ અધિકારનો ભંગ
ભૂલકાઓને બાબા ગાડીમાં બેસાડીને હાથમાં ભાજપનો ઝંડો આપી પ્રચાર, બંદૂક પણ પકડાવી
રાજકોટ,તા.૧૭
૨૦ ડિસેમ્બરે યોજાનારી જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ પૂરજાશમાં પ્રચારે કરે છે. જાકે ભાજપે જીત મેળવવા માટે બાળકોનો ઉપયોગ કરવાનું પણ છોડ્યું નથી. ભાજપના કાર્યકરો મતદારોને આકર્ષવા ભૂલકાઓને બાબા ગાડીમાં બેસાડી હાથમાં ભાજપનો ઝંડો આપી પ્રચાર કરે છે. માત્ર એટલું જ નહીં, હદ તો એ વાતની છે કે, આ બાળકોના બીજા હાથમાં બંદુક પણ જાવા મળે છે. બાળકો પોતાના રમકડાં સાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા. તેમજ બાળકોએ પ્રચાર દરમિયાન ‘જીતેગા ભાઇ જીતેગા ભાજપ જીતેગા’ના નારા પણ લગાવ્યા હતા. જેને કારણે બાળ અધિકારના ભંગ થયો છે. બાળકો પાસે પ્રચાર કરાવવો તે બાળ મજૂરી કરાવવા સમાન છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ મુજબ, બાળકોનો ચૂંટણી પ્રચારના કોઈપણ કામમાં ઉપયોગ કરવો નહીં. તેમાં પોસ્ટર્સ-પેમ્ફલેટના વિતરણથી લઈ સ્લોગન અને રેલીઓ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. નાના ટાબરિયાઓ હાથમાં કમળના નિશાનવાળા ઝંડા લઈને તેમજ રમકડાની પિસ્તોલ સહિતના વિવિધ રમકડા સાથે રાખીને લોકો પાસેથી ભાજપ માટે મત માગી રહ્યા છે. ભાજપે પ્રચાર માટે બાળકોને મેદાનમાં ઉતાર્યા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જાઈને સમાજના બુદ્ધિજીવી લોકો અને અન્ય નાગરિકોમાં પણ ખૂબ જ આક્રોશ ફેલાયો છે.
જાન્યુઆરી ૨૦૧૭માં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્‌સના ચેરપર્સન સ્તુતિ કક્કડે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા મામલે તમામ રાજકીય પક્ષોને પત્ર લખી ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવો બાળ અધિકારનો ભંગ છે.
તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયા કોઈ જાતની શરમ રાખ્યા વગર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
તેઓ પોતાની છકડો રીક્ષા જાતે ચલાવીને નાગરિકો પાસેથી ભાજપને જીતાડવાની અપીલ કરી રહ્યા છે તેઓ રિક્ષા ચલાવે છે અને તેમની આ ખુલ્લી રિક્ષામાં તેમના સમર્થકો હાથમાં કોંગ્રેસ અને પંજાના બેનરો સાથે રાખીને બેઠા હોય છે.
આ છકડો રીક્ષા જસદણની ગલી ગલી અને મહોલ્લામાં ફરી રહી છે તેમજ મતદારોને એવું સમજાવાય રહ્યું છે કે કોંગ્રેસમાંથી જ ગદ્દારી કરીને ભાજપમાં ગયેલા તેમજ કેબિનેટ મંત્રી બની ગયેલા કુવરજી બાવળીયા સત્તા અને નાણાના લાલચુ છે તેઓ નાના માણસોનું કોઈ ધ્યાન રાખતા નથી જ્યારે કોંગ્રેસના અવચર નાકિયા સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓને સારી રીતે સમજી શકે છે. આવી સ્થિતિમાં ભાજપને તેમજ કોંગ્રેસ અને કોળી સમુદાય સાથે ગદારી કરનાર કુવરજી બાવળિયાને ઘરભેગા કરી દેવા જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY