રાજકોટ,તા.૨૯
જેતપુરમાં વૃદ્ધાના મોતનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી પ્રમાણે વહુએ સાસુની ઘરકંકાસમાં હત્યા કરી દેવાની કબુલાત કરી છે. ૨૭ ડિસેમ્બરે અમરનગરના અમીધારા એપાર્ટમેન્ટમાં વૃદ્ધાની મોતને લઈ વી.આર. વાણિયાએ જણાવ્યું હતું કે વૃદ્ધા રતનબેનનું અકસ્માતે મોત નહિં પણ હત્યા કરવામાં આવી છે.
ઘટના અંગે તપાસ કરતા પોલીસને રૂમમાં લોહિના છાંટા ઉડ્યા હોય તેવી જાણ થતા બ્લોક સામેના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ સીસીટીવી ચોંકાવનારો ખુલાસો થયો કે સાંજના સમયે ઘરમાંથી વૃદ્ધાની લાશને પુત્રવધુ રેખા અને પૌત્રી હેતલે ઢસડીને સીડી પરથી નીચે ફેંકી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મા-દીકરી બંનેની આકરી પુછપરછ કરતા રેખાએ જણાવ્યું હતું કે મારા લગ્નથી સાસુને હું પસંદ ન હતી. અને બંને વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. ૨૭મીએ અમારા વચ્ચે બોલાચાલી થઈ અને માથામાં લોખંડનો દસ્તો મારીને હત્યા કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



