રાજકોટ,તા.૨૯
ગત ૧૮ ડિસેમ્બરે આજી નદીના કાંઠેથી બાળકનું કપાયેલું માથું મળ્યું હતું. આ ઘટનાને ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેનું ધડ મળ્યું નથી કે બાળકની ઓળખ પણ થઈ શકી નથી. જેને પગલે પોલીસ બનાવ બન્યો તે સમયના ૩ દિવસના ૫ લાખથી વધુ મોબાઇલ લોકેશનની તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો મુજબ આ લોકેશનમાં વારંવાર કોઈ નંબર ટ્રેસ થતો હોવાથી તેની તાપસ કરાશે. આ સિવાય આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ કરાઈ છે.
રાજકોટ પોલીસની તપાસમાં કુબલિયાપરામાં સાધુના સ્મશાન પાસે રહેતો અશોક ઉર્ફે સમોસો મનસુખભાઇ રાઠોડ (ઉ.વ.૧૩) ગત તા.૪થી ગુમ થયો હતો. માથું અશોક ઉર્ફે સમોસાનું હોવાની પોલીસે દૃઢ શંકા દર્શાવી હતી. પરંતુ ગુમ થયેલ અજય ઉર્ફે સમોસો જીવીત મળતા પોલીસ દિશાવિહીન બની છે અને પોલીસે ફરી એકડો ઘૂંટવો પડ્યો હતો.
પોલીસ હાલ ગુજરાતભરમાથી ગુમ થયેલા બાળકોનુ લિસ્ટ મંગાવી તે દિશામા તપાસ કરી રહી છે,પરંતુ એક સપ્તાહ બાદ પણ જ્યાંથી માથું મળ્યું ત્યાંથી કે આજુબાજુના સ્થળ પરથી હજુ સુધી ધડ મળ્યું નથી. આ મુદ્દે બાળકની ઓળખ અંગે બાતમી આપનારને પોલીસે પચાસ હજાર અને રાજકોટની એસપીજી સંસ્થાએ ૧ લાખનું ઈનામ જાહેર કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





