બંધ ટ્રક પાછળ એક પછી એક સાત વાહનો અથડાતા ૩ ઈજાગ્રસ્ત

0
7

જામનગર,તા.૨૯
જામનગર રાજકોટ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જામનગર- રાજકોટ હાઇવે ઉપર શેખપાટ ગામ નજીક એક સાથે સાત વાહનો ભટકાયા હતા. બંધ ટ્રકમાં એક પછી એક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં કોઇ જાનહાની પહોંચી નથી. જાકે, અકસ્માતમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ-જામનગર હાઇવે ઉપર શનિવારે શેખપાટ ગામ પાસે એક પછી એક સાત વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. હાઇવે ઉપર બંધ પડેલા ટ્રક પાછળ એક પછી એક એમ સાત વાહનો અથડાયા હતા. ટ્રક, કાર, બાઇક જેવા વાહનો એકબીજા અથડાતા કતાર થઇ ગઈ હતી. એક સાથે સાત વાહનો અથડાવાની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી જાકે, ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોચી છે. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY