અમોદ તાલુકાનાં ચક્લાદ ખાતેથી અખાદ્ય ગોળ ઝડપાયો : ગોળનો વેપારી ભાજપના અગ્રણી હોવાની ચર્ચા

0
331

આમોદ:

આજરોજ આમોદ બીટના જમાદારને માહિતી મળી હતી કે એક આઈસર ટેમ્પો અને અને એક પીકઅપ વાનમાં અખાદ્ય ગોળ ચક્લાદ ગામે આવેલ છે જેથી સંકાના આધારે બીટ જમાદાર શના મથુર વસાવા અને તેમના પોલીસ સ્ટાફે ચક્લાદ ગામે પહોચી અખાદ્ય ગોળ ભરેલ આઈશર ટેમ્પો નં. જીજે-૧૬-એયુ-૭૧૧૭ જેની કિમત રૂ.૩,૦૦,૦૦૦ જેમાં કુલ ૧૯૨ નંગ ગોળના ડબ્બા જેમાં ૪૬૦૮ કિલો ગોળ જેની કિમત રૂ.૧,૧૫,૧૦૦ ઝડપી પડ્યો હતો. જયારે પીકઅપ વાન નં.જીજે-૧૬-એયુ-૧૨૯૧ જેની કિમત રૂ.૧,૫૦,૦૦૦ સહિત કુલ રૂ.૫,૬૫,૧૦૦ મુદ્દામાલ ઝડપી પડ્યો હતો. જો કે ઝપ્ત કરેલ ગોળ ખાદ્ય છે કે અખાદ્ય જે અંગે એફ.એસ.એલ.ની મદદ લેવાની તજવીજ હાથ ધરી હતી. ટેમ્પાના ચાલકે આમોદ પોલીસને ૩૫૮ નંગ ગોળના ડબ્બાના બીલ આપ્યા હતા પરંતુ ફક્ત નંગ ૧૯૨ ગોળના ડબ્બા મળ્યા હતા તો બીજા ગોળના ડબ્બા ક્યાં ઉતારીને આવ્યા તેની તપાસ ચાલી રહી છે. જોકે બીટ જમાદારે બીલ પર નામ કોનું છે તે જણવ્યું ન હતું.
જોકે ચર્ચાએ જોર પકડ્યું હતું કે આવા ગોળના ટેમ્પા પકડાય અને ભાજપના મોટા હોદ્દેદાર બાપ-દીકરા પોલીસ સ્ટેશનના આટાફેરા મારે એટલે શું આ અખાદ્ય ગોળ તેમનો છે કે પછી આના પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે. અને આ ગોળ ચક્લાદ જેવાં નાનાં ગામમાં કેમ આવ્યો અને હવે ક્યાં આ વાહનો જવાના હતા જોકે આ અંગે આયસર ટેમ્પાના ચાલક મુસ્તાક આદમ પટેલ રહે. ટંકારીયા જી. ભરૂચની વધુ પુછપરછ હાથ ધરાય રહી છે. સાથે જ આમોદ પોલીસ દ્વારા સઘન તપાસ થાય તો આવા અખાદ્ય ગોળ ક્યાં ક્યાં જાય છે તે તપાસમાં બહાર આવે તો લોકોના સ્વસ્થ સાથે થતા ચેડાને રોકી શકાય છે. જોકે આવનાર સમયે ઉંડાણપૂર્વક તપાસ થઇ કે કેમ તે તો આવનાર સમયે ખબર પડશે.

રિપોર્ટર: મહમદ ખત્રી, આમોદ

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY