રાજકોટમાં દેના બેંકમાંથી વધુ એક સીસીલોન લઇ આચર્યું કૌંભાડ

0
73

રાજકોટ,
તા.૧૧/૦૩/૨૦૧૮

કંપનીના સંચાલકોએ દેનાબેંકમાંથી ૩ કરોડની લોન લઈને પરત ના કરી

આજકાલ બેંકો સાથે છેતરપિંડીની મોસમ પુરબહારમાં ખીલી છે. એક કૌભાંડના પડઘા શાંત પડે ત્યાં બેંકો સાથેનું બીજું કૌભાંડ ગાજે છે. રાજકોટમાં દેનાબેંક સાથે વધુ એક સીસીલોન કૌભાંડ સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં ઢેબર રોડ પર આવેલ દેનાબેંક માંથી ૩ કરોડની લોન ઉપાડી પરત ભરપાઈ ન કરવામાં કોટેચા કંપનીનું નામ બહાર આવ્યું છે. આ કંપનીના સંચાલકોએ દેનાબેંક માંથી ૩ કરોડની લોન લઈને પરત કરી નથી. જેની વ્યાજ સાથે રકમ રૂ.૫.૪૦ કરોડની થવા જાય છે. આ ગુનાઈત કૃત્યમાં કંપનીના ૪ લોકો સામે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પીએનબી કૌંભાડમાં નીરવ મોદી અને મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ કાર્યવાહી ચાલી કહી છે. નીરવ મોદી આ વર્ષે ૧ જાન્યુઆરીએ દેશ છોડીને ચાલ્યો ગયો છે. ત્યારં પંજાબ નેશનલ બેંકને ૪૮૮૬.૭૨ કરોડ ખોટની આશંકા વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY