કચ્છ,
તા.૧૧/૦૩/૨૦૧૭
રાપરના આડેસર નજીક નેશનલ હાઈ-વે પર બની જીવલેણ ઘટના
રાપરના આડેસર નજીક નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આદિપુર-મુંદ્રામાં રહેતા રાજસ્થાની પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે, ૭ વર્ષના એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
દુર્ઘટના આજે સવારે છથી સાત વાગ્યાના અરસામાં બની હતી. આડેસર ચેકપોસ્ટથી એક કિલોમીટર આગળ રસ્તા પર ઊભી રહેલી ટ્રકની પાછળ પૂરપાટ વેગે જતી અલ્ટો કાર( નંબર જીજે ૧૨ ડીજી ૧૩૪૩) ઘુસી જતાં કારમાં સવાર બે પુરૂષ અને એક મહિલાનાં મોત નિપજ્યાં હતા. કારમાં સવાર સાત વર્ષના સુરેન્દ્ર ઓમપ્રકાશ નામના બાળકનો બચાવ થયો હતો. પરંતુ તેના માતાપિતાના મોત નિપજ્યાં હતા.
અકસ્માત બાદ દુર્ઘટનાસ્થળે પહોંચેલા આડેસરના પીએસઆઈ કે.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, રાત્રે હાઈવે પર બે ટ્રક બંધ પડી જતાં હાઈવે ઓથોરિટીના માણસોએ બંને ટ્રકને રસ્તાની સાઈડમાં ઊભી કરાવી આસપાસમાં બેરીકેડ પણ મુકાવ્યા હતા. તેમ છતાં પૂરપાટ વેગે કાર હંકારતા ચાલકે કાબુ ગુમાવી બેરીકેડ તોડી કાર સીધી ટ્રકની પાછળ ઘુસાડી દીધી હતી. કારમાં ગાંધીધામ અને મુંદ્રામાં સ્થાયી થયેલો રાજસ્થાની પરિવાર હોવાનું બહાર આવ્યું છે. તેઓ રાજસ્થાન જતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતદેહોને પીએમ માટે હોસ્પીટલે મોકલી અપાયા છે.
મૃતકોના નામ
ઓમપ્રકાશ છોટુનાથ ગોપીનાથ નાથ (ચૌહાણ) ઉ.વ.૩૦ (મૂળ રહે. દેગાણા, નાગોર, રાજસ્થાન. હાલે રહે. મુંદ્રા)
ગામેતીબેન ઓમપ્રકાશ નાથ (ઉ.વ.૨૭, મૂળ. રહે, દેગાણા, નાગોર. હાલે. મુંદ્રા)
ગિરધારીનાથ છોટુનાથ ગોપીનાથ (ઉ.વ.૩૩. મૂળ રહે. દેગાણા, નાગોર હાલે રહે. આદિપુર)
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"