રાજકોટના કોલ્ડ સ્ટોરેજમાં આરોગ્ય સાથે ચેનચાળા, ખાદ્ય પદાર્થોમાં જીવાતો ચોટેલી જાવા મળી

0
92

રાજકોટ,
તા.૭/૩/૨૦૧૮

૮૦૦ કિલો માવો, ૫૦૦ કિલો શિખંડ, ૧૫૦૦ કિલો માખણ અને ચીઝનો નાશ

રાજકોટમાં વહેલી સવારથી જ મનપાની આરોગ્ય શાખાએ સપાટો બોલાવ્યો હતો. જેમાં કુવાડવા રોડ પર આવેલા કોલ્ડસ્ટોરેજમાં દરોડા પાડ્યા હતા અને આરોગ્યને નુકશાન પહોંચતા અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં રિજેક્ટેડ માખણ જે માત્ર પશુઓને વેચવા નક્કી કરાયું હોય તેનું પેકિગ કરી ગુજરાત બહાર દિલ્હી, પંજાબમાં વેંચવામાં આવતું હોવાનો ચોંકવાનારી વાત બહાર આવી છે. તેમજ શિખંડ અને આઇસ્ક્રમમાં મચ્છરો અને જીવાતો ચોટેલી જાવા મળી હતી. પશુને આહાર લાયક ચીઝ બનાવી વેચવામાં આવતું હોવાની પણ વિગતો બહાર આવી છે.

નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડના જણાવ્યા પ્રમાણે શહેરના કુવાડવા રોડ પર રવિરાજ રેફ્રિજેશન દિનેશભાઇ વાઢેરનો મુખ્ય ધંધો વિમલ આઇસ્ક્રીમ અને કોમ બોલના આઇસ્ક્રીમની ડીસ્ટ્રીબ્યુટનો છે. સાથે કોલ્ડસ્ટોરેજની જગ્યામાં ખાદ્યસામગ્રી સ્ટોર કરવા માટે ભાડે આપવામાં આવી હતી. જેમાં અલગ અલગ ત્રણ આસામીઓની વિવિધ સામ્રગી મળી આવેલી છે.

હિતેશ મારુના કોલ્ડસ્ટોરેજમાં ૮૦૦ કિલો મીઠો માવો કોથળીમાં સંગ્રહ કરેલ હતો. જે ખૂબ જ જૂનો અને બિનઆરોગ્યપ્રદ અને ફુગવાળો નજરે પડ્યો હતો. તે સિવાય વસીમભાઇ ખેલાનાના સ્ટોરેજમાંથી ૧૫૦૦ કિલો ચીઝ તથા ૫૦૦ કિલો માખણ પેકિંગ હાલતમાં મળી આવ્યું હતું. જેમાં ગંભીર બાબત એ લાગી હતી કે આ રિજેક્ટેડ માલ હતો જેનું વેચાણ માત્ર પશુઆહાર માટે જ નક્કી થતું હોય છે. તેનું પેકિંગ કરી ગુજરાત બહાર વેચાતું હતું. તે સિવાય ૫૦૦ કિલો મઠ્ઠો શિખંડ જે સસ્તા ભાવે મંગાવી બહાર વેચાતો હોવાનું ખુલ્યું હતું. તે પણ ખાવાલાયક ન હોય આ તમામ ચીજવસ્તુ મળી ૩૫૦૦ કિલો જેવી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY