રાજકોટમાં ડુપ્લીકેટ ઘડિયાળનું કૌભાંડ ઝડપાયું,૧૫.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત

0
107

રાજકોટ,
તા.૭/૩/૨૦૧૮

શહેરમાં બ્રાન્ડેડ વસ્તુઓની નકલ કરી બ્રાન્ડેડના નામે વેચવાના ચાલતા કૌભાંડમાં વધુએકનો ઉમેરો થયો હતો. આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ફાસ્ટટ્રેક બ્રાન્ડ જેવી ઘડિયાળ બનાવી બ્રાંડના નામે વેચાણ થતાં હોવાના કરતૂતનો પોલીસે પર્દાફાશ કરી રૂ.૧૫.૬૧ લાખના મુદ્દામાલ સાથે ફેક્ટરી માલિકને દબોચી લીધો હતો.

રાજકોટ શહેરમાં ટાઇટન કંપનીની ડુપ્લીકેટ ઘડિયાળો બનાવી તેનું વેચાણ થતું હોવાની કંપનીના ઓથોરાઇઝ્ડ અને અમદાવાદ રહેતા મનીષભાઇ પટેલે રાજકોટ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરતાં કમિશનરે આ અંગે એસઓજીને તપાસ સોંપી હતી અને પીઆઇ ગડ્ડુ, પીએસઆઇ સિસોદિયા સહિતનો સ્ટાફ આજી જીઆઇડીસીમાં આવેલી ફાઇવસ્ટાર ઇન્ડસ્ટ્રીઝમાં ખાબક્્યો હતો. ફેક્ટરીમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

પોલીસે સ્થળ પરથી ફાસ્ટટ્રેક મોડલની ૫૦ ઘડિયાળ તેમજ ઘડિયાળના ૩૩૦૦ ડાયલ સહિત કુલ રૂ.૧૫,૬૧,૪૦૦ના મુદ્દામાલ સાથે ફેક્ટરી સંચાલક કાલાવડ રોડ પરના જ્યોતિનગરમાં રહેતા ચંદુ ભાણજી ગમઢા (ઉ.વ.૪૮)ની ધરપકડ કરી હતી. ડુપ્લીકેટ ઘડિયાળ બનાવી તેને બ્રાન્ડના નામે વેચવાનો ધંધો કેટલા સમયથી ચાલતો હતો, ક્યાં ક્યાં વેચાણ કરવામાં આવતું હતું, અન્ય કેટલાની સંડોવણી છે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપી ચંદુની સઘન પૂછપરછ શરૂ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY