રાજકોટ હપ્તાકાંડઃ વોર્ડન પાસે દંડ લેવાની નથી સત્તા, હપ્તા કોને પહોંચે મોટો સવાલ

0
124

રાજકોટ,
તા.૯/3/2018

રાજકોટમાં પોલીસની ટ્રાફિક શાખા હપ્તાથી ખબબદી રહી છે. થોડા દિવસ પહેલા માત્ર ૫૦ રૂપિયાની લાંચ પ્રકરણ એક વોર્ડન અને એક ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં ઝડપાયા હતા. પરંતુ ત્યાર બાદ તેની પૂછપરછમાં મોટુ કૌભાંડ બહાર આવ્યું હતું કે ચોક્કસ પ્રકારના કાર્ડ છપાવી મસમોટુ હપ્તા ઉધરાવાનુ કૌભાંડ ચાલી રÌšં છે. ત્યારે આ કેસમાં ટોપ ટુ બોટમ હપ્તા પહોંચતા હોવાની વાત છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે, ૧૨ હજાર કાર્ડ છાપી હપ્તા લેવાતા હોય અને કોઇ સિનિયર અધિકારીને ખબર ન હોય તે કેવી રીતે બને. આ હપ્તા કોને કોને પહોંચતા તે એક મોટો સવાલ છે.

આ મુદે રાજકોટ પોલીસ કમિશર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે, વોર્ડનને દંડ વસુલવાની કોઇ સત્તા નથી. આ મુદે એસીબી રિપોર્ટ તૈયાર કરી રહી છે. જેમ રિપોર્ટ આવશે તેમ જિલ્લાફેર બદલીઓ કરવામાં પણ આવશે. હાલ તો વોર્ડન અને ટ્રાફિક પોલીસને જેલ હવાલે કરી દેવામાં આવ્યાં છે. એસીબી અન્ય ૮ ટ્રાફિક પોલીસની પૂછપરછ કરી રિપોર્ટ આપે પછી કાર્યવાહી પણ કરવામાં આવશે.

શહેરના ગોંડલ રોડ પરથી ટ્રાફિક શાખાના જમાદાર સહિત બેને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા બાદ ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા ઉઘરાણા માટે દર મહિને ૧૨ હજારથી વધુ કાર્ડ છપાવવામાં આવતા હોવાનો ધડાકો થયો હતો. એસીબીની ટીમે ખાનગી પ્રેસમાંથી ૫૦૦ કાર્ડનો જથ્થો જપ્ત કર્યો હતો. ટ્રાફિક શાખાના જમાદાર બિપીન મકવાણા અને પૂર્વ ટ્રાફિક બ્રિગેડ દીપક પરમાર રૂ.૫૦ની લાંચ લેતા ઝડપાયા બાદ તે બે દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ પર રહેલા બંને આરોપીઓની એસીબીના પીઆઇ કે.એચ.ગોહિલ સહિતના સ્ટાફે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં સ્ફોટક વિગતો બહાર આવી હતી. જમાદારે લાંચ લીધા બાદ છકડોના ચાલકને ચોક્કસ ચિત્રવાળું કાર્ડ આપ્યું હતું. છટકા બાદ એસીબીની ટીમે ખાનગી પ્રેસમાં દરોડો પાડી જમાદાર પાસેથી કબજે થયા તેવા ૫૦૦ કાર્ડ જપ્ત કર્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY