રાજ્યના પાટનગર ગાંધીનગરની ૨૫૪ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે

0
57

ગાંધીનગર,તા.૯/૩/૨૦૧૮

ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓ માટે “બી” કેટેગરીના ર૮૦ તથા “સી” કેટેગરીના આવાસો માટે રૂ. ૧૪૯ કરોડની જાગવાઇ
“ક” અને “ખ” રોડને જાડતો રેલવે અંડરબ્રીજ માટે રાજ્ય સરકાર અને રેલ વિભાગ સહભાગીદારી કરશે

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને માર્ગ-મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના હાર્દસમા પાટનગર ગાંધીનગરની કાયાપલટ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ વર્ષના અંદાજપત્રમાં પાટનગર યોજનાના વિવિધ વિકાસકામો માટે રૂ. ર૫૪.૫૦ કરોડની જાગવાઇ કરાઇ છે. જેમાં ગાંધીનગરના વિવિધ સેકટરોમાં “બી” કેટેગરીના ર૮૦ તથા “સી” કેટેગરીના ર૮૦ આવાસોનું રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે.
આજે વિધાનસભા ખાતે ગુજરાત પાટનગર બાંધકામ યોજનાના અંદાજપત્રીય માંગણીઓ પર બોલતાં માર્ગ-મકાન મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, આ વર્ષના અંદાજપત્રમાં પાટનગરના વિકાસ માટે જાગવાઇ કરી છે. તેમાં સેકટર-૧૯ના જીમાખાનાના પુનઃવિકાસ માટે રૂ. ૧૫.૬૪ કરોડની જાગવાઇ કરાઇ છે તેમજ કર્મયોગી ભવન ખાતે નવા બે બ્લોક નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. સાથે સાથે ગાંધીનગર ખાતે વિવિધ સેકટરોમાં “ચ” કક્ષાના આવાસોના બાંધકામ માટે રૂ. ૮ર કરોડની યોજના માટે આ વર્ષે રૂ. પાંચ કરોડની જાગવાઇ, “ક” અને “ખ” રોડને જાડતા રસ્તા પર રાજ્ય સરકાર તથા રેલવે વિભાગ દ્વારા પ૦ : ૫૦ ટકાના ધોરણે રેલવે બ્રીજની રૂ. ૩૦ કરોડની યોજના છે. તે માટે રૂ. ૧૫ કરોડની જાગવાઇ અને ગાંધીનગર ખાતે જુના સચિવાલય, ર્ડા. જીવરાજ મહેતા ભવનના રી-ડેવલપમેન્ટ અને નવા બહુમાળી મકાનના બાંધકામ માટે રૂ. ૫૦ કરોડની યોજના હેઠળ રૂ. ૧૭.૫૦ કરોડની જાગવાઇ આ બજેટમાં કરાઇ છે.

તેમણે ઉમેર્યું કે, ગાંધીનગરના વિવિધ સેકટરોમાં રૂ. ૬૫ કરોડના ખર્ચે બંધાઇ રહેલા “બી” અને “સી” કેટેગરીના ૩૯ર આવાસોના કામો પ્રગિત હેઠળ છે તથા સેકટર-ર૧ ખાતે રૂ. ર૫ કરોડના ખર્ચે ક્રિકેટ મેદાન સુધારણાનું કામ પણ પ્રગતિ હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના લોકશાહીનું મંદિર એવા ગુજરાત વિધાનસભાના મકાનનું રૂ.૧૩૫ કરોડના ખર્ચે આધુનિકરણનું કામ પૂર્ણ કરાયું છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે આધુનિક ડિઝાઇન વાળા સગવડતા યુક્ત અને બહુમાળી ટાવરના રૂપમાં બી કક્ષાના ૪૪૮ કવાર્ટસનું રૂ.૬૭.૪૮ કરોડના ખર્ચે તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા પાર્ક ખાતે રૂ.૫૩.૨૭ કરોડના ખર્ચે “સી” કક્ષાના ૨૮૦ કવાર્ટસના નિર્માણના કામો પૂર્ણ કરાયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY