રાજકોટ-જામનગર હાઇ-વે પર સ્વીફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી, લોકોના ટોળેટોળા

0
1154

રાજકોટ,
તા.૨૯/૦૩/૨૦૧૮

શહેરના જામનગર રોડ એક કારમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને રસ્તા પર લોકોના ટોળેટોળા એકઠા થઇ જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જાકે કારમાં સવાર ત્રણ જેટલા લોકો બહાર દોડી જતા જાનહાની ટાળી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પણ તે પૂર્વે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલ નજીક સ્વીફ્ટ કાર અગમ્ય કારણોસર અચાનક સળગી ઉઠી હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જા કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ સમયસૂચકતા વાપરી તુરત જ બહાર દોડી આવતા જાનહાની ટાળી હતી. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY