જામનગરમાં દેહ વ્યાપારનો ધીકતો ધંધો,સતત બીજા દિવસે કુટણખાનુ ઝડપાયું

0
116

જામનગર,
તા.૨૯/૦૩/૨૦૧૮

જામનગર શહેરમાં દેહ વ્યાપારના ગોરખધંધા ધમધમતા હોય ગઈકાલે નિવૃત પોલીસ પુત્ર સંચાલિત કુટણખાનું ઝડપી લેવાયા બાદ આજે જામનગરમાં સતત બીજા દિવસે પોલીસે દરોડો પાડી વધુ એક દેહવિક્રયના ગેરકાયદેસરના ધંધાનો પર્દાફાશ કર્યો છે. જનતા ફાટક પાસે આવેલા હરીપ્રેમ એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીકા ચાલતા કુટણખાનુંને ઝડપી આરોપીઓને દબોચી લેવાયા છે.

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં નિવૃત પીઆઇ પુત્ર દ્વારા ચલાવાતા કૂટણખાનાના ધંધા પર પોલીસે દરોડો પાડી સંચાલક ઉપરાંત બે ગ્રાહકોને પકડી પાડયાની વિગતો હજુ તાજી છે ત્યાં સતત બીજા દિવસે વધુ એક કુટણખાનુ ઝડપાયું છે. ગઇકાલે રાત્રે સીટી સી ડિવિઝન પોલીસે જનતા ફાટક પાસે મીનાક્ષી સ્કૂલની બાજુમાં હરીપ્રેમ એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતા દિલીપભાઇ પ્રેમચંદભાઇ શાહના ઘરે પોલીસે દરોડો પાડયો હતો. ફલેટ નં.૧૦૧ માં રહેતા આ મહાજનના પત્ની મનીષાબેન પોતાના ફલેટમાં રાજ્ય બહારથી મહિલાઓ બોલાવી, વધુ પૈસાની લાલચ આપી, પોતાના ફલેટમાં ગોંધી રાખી શારીરીક શોષણ કરાવતી હોવાની સીટી સી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફને ચોકકસ હકિકત મળતા દરોડો કરવામાં આવ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન કુટણખાનું ચલાવતી મહિલા સંચાલિકા મનિષા અને બે ગ્રાહકો રીવાઝ હસમુખભાઇ રૂપાપરા રે. વિભાપર અને એરફોર્સ-૧ના કવાર્ટરમાં રહેતા ભગવાન કરશનભાઇ ઝાખરીયા ઝડપાયા હતા. પોલીસે આ ફલેટમાં ગોંધી રાખવામાં આવેલ પરપ્રાંતીય મહિલાઓને મુકત કરાવી હતી અને સંચાલીકા અને બે ગ્રાહકોની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે ફલેટ પરથી રૂ.૩૯૦૦ની રોકડ, ત્રણ મોબાઇલ ફોન સહિત રૂ.૧૫૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આવા ગોરખધંધા શહેરોના કુખ્યાત સ્થળોએ થતા હતા જાકે હવે ભદ્ર સમાજમાં આવા દુષણો ઘુસી ગયા હોય જેથી રહેણાંક મકાનમાં કે પછી સ્પાની આડમાં ચાલતો દેહવિક્રયનો ધંધો હોય. સમાજને ખોખલો કરી નાખતો આ દેહવિક્રયનો ધંધો ભદ્ર વિસ્તારમાં પ્રવેશી ગયો છે. સતત બે દિવસમાં બે કુટણખાના પકડાયાની ઘટના ભદ્ર વિસ્તારમાં પ્રવેશી ગયેલ દુષણ દર્શાવે છે અને સભ્ય સમાજે આવી બદીઓ સામે ચેતવાનો સમય પાકી ગયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY