લગ્નના મંડપમાં આગ લાગતાં જમણવારનો માંડવો બળીને ખાક

0
87

રાજકોટ,તા.૮
રાજકોટના નાગરપીપળીયા ગામે લગ્નમાં આગ લાગી જતા અફરાતફરીનો માહલો સર્જાયો હતો. જા કે, જમણવાર સ્થળ પર આગ લાગતા ત્યાનો મંડપ બળીને ખાક થઇ ગયો હતો. કોઇ વ્યÂક્તને જાનહાનિ થઇ ન હતી. બે-બે દિકરીના લગ્ન એકી સાથે હતા. પ્રાથમિક માહિતી મુજબ ચાલુ ગેસના બાટલાએ રસોયાએ ગેસની નળી બદલતા આગ લાગી હતી. જા કે જમણવાર ચાલુ થવાને વાર હોય અને આગ લાગતા જ ત્યાં ઉભેલા રસોયા સહિતના અમુક લોકો સમયસુચકતા વાપરી બહાર દોડી ગયા હતા એટલે કોઇ વ્યક્તને ઇજા પહોંચી ન હતી
ગામમા રહેતા દિનેશ નાથાલાલ રામાણીની બે દિકરીના લગ્ન હતા, જા કે ગામના અગ્રણી રમેશ પટેલે જણાવ્યું હતું કે, લગ્ન સ્થળ અને જમણવાર અલગ અલગ સ્થળે હતો એટલે મોટી દુર્ઘટના ટળી હતી અને જમણવારને વાર હોય જેથી તે માંડવો કોઇ ગયું ન હતું જા કે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવાય જતા કોઇ જાનહાનિ થઇ ન નહતી.
જા કે જમણવારનો માંડવો બળતા જાઇ જાનૈયા અને માંડવીયા સાથે વરવધૂમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. જા કે થોડી કલાકો બાદ રાબેતા મુજબ લગ્નવિધિ પણ શરૂ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આ આગ ગઇકાલે લાગી હતી આજે આ વીડિયો બહાર આવતા સોશિયલ મીડિયામા વાયરલ પણ થયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY