અડધી કિંમતે ટ્રેક્ટર વેચવામાં સાતની ધરપકડ,પોલીસને બ્લેકમનીને વ્હાઈટ કરવાના કૌભાંડની આશંકા

0
134

રાજકોટ,તા.૮
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસ શરૂ કરી ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર આપવાના પ્રકરણમાં પોલીસે સાત પૈકી છ આરોપીઓને ઝડપી તપાસ કરતાં મોટી કંપનીઓ, ઉદ્યોગપતિઓની બ્લેકમનીને વ્હાઇટ કરવાના કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. પોલીસે આરોપીઓને છ દિવસના રિમાન્ડ પર લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અડધી કિંમતે ટ્રેક્ટર આપવાની લાલચ આપી લાખો રૂપિયાના ઉઘરાણા કરી છેતરપિંડી આચરવા સબબ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સાત શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. એડિશનલ ડીસીપી હર્ષદ મહેતા અને પીઆઇ ચંદ્રવાડિયા સહિતની ટીમે ગણતરીની કલાકોમાં જ સાત પૈકી છ આરોપી બરોડાના વિવેક અરવિંદ દવે (ઉ.વ.૪૨), મુંબઇ રહેતા સંદિપ બેનીપ્રસાદ શર્મા (ઉ.વ.૩૪), પાટણના ધીણોજ ગામના મુકુંદ મોહન પરમાર, (ઉ.વ.૫૧), અમદાવાદના મહેશ રમેશલાલ ભાટિયા (ઉ.વ.૪૮), ગાંધીનગરની અરૂણા કાંતિ નાઇ (ઉ.વ.૨૩) અને રાજકોટની સદ્દગુરુ કોલોનીમાં રહેતી મહેશ્વરી ઉર્ફે પ્રવિણા ગિરિશ અગ્નિહોત્રી (ઉ.વ.૩૪)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી દેવેન્દ્ર જૈનની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસે સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં આરોપીઓએ ૧૪૨ લોકોને અડધી કિંમતે ટ્રેક્ટરની ડિલિવરી કરી આપી હતી તો ૨૫૦ ટ્રેક્ટરનું બુકિંગ કરાવ્યાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. આરોપીઓ દ્વારા અડધી કિંમતે ટ્રેક્ટર આપવામાં આવતું હોય તો બાકીની રકમ કોણ અને શા માટે ચૂકવે છે તે મુદ્દો મહ¥વનો બન્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સબિલિટી (સીસીઆર) મુજબ મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓને તેમની આવકની ૩ ટકા રકમ સામાજિક કામમાં ઉપયોગમાં લેવાની હોય છે અને તે મુજબ તેમને ટેક્સમાં રાહત મળતી હોય છે. આ સંજાગોમાં આરોપીઓ દ્વારા કંપની સંચાલકો પાસેથી તેમની સીસીઆર હેઠળ મોટી રકમ મેળવી અડધી રકમ પરત કરી બાકીની રકમ પોતાની પાસે રાખી સમગ્ર કૌભાંડ ચલાવાતું હોવાની શંકાઓ ઊઠી હતી. પોલીસે આ દિશામાં તપાસને કેÂન્દ્રત કરી હતી. આરોપીઓના બેન્ક એકાઉન્ટ પર પણ તપાસ શરૂ કરાઇ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY