ભાવનગરમાં વધુ એક દલિત ખેડૂતે ન્યાય માટે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

0
86

ભાવનગર,તા.૮
વધુ એક ખેડૂત દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવાની ઘટના સામે આવી છે. આ વખતે ભાવનગરના ગરિયાધારમાં એક ખેડૂતે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના ગરિયાધારમાં એક દલિત ખેડૂત પરિવારે આત્મવિલોપનની ચિમકી આપી છે. આ ખેડૂતે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ૨૦૦ મણ ઘઉં સળગાવી દેવાના માલે તંત્રને ન્યાય માટે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ભાવનગર કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. જે પરિવારે આત્મવિલોપનની ચિમકી આપી હતી તે કલેક્ટર કચેરી પહોંચી આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે હાલમાં અટકાયત કરી લઈ પરિવારનો જીવ બચાવી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ જીલ્લામાં એક ખેડૂતે જમીન મુદ્દે આત્મવિલપન કર્યું હતું, જેમનું મોત થઈ જતા મોટો વિવાદ ઉભો થયો હતો, ત્યારબાદ રાજ્યમાં સતત એક પછી એક રોજ ન્યાય માટે પીડિતોએ આત્મવિલોપનની ચિમકીઓ ઉચ્ચારવાની ઘટનાઓ વધી ગઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY