રાજકોટમાં આંબેડકરજીની મૂર્તિ ગાયબ થતા દલિતોમાં રોષ ભભૂક્યો

0
72

રાજકોટ,
તા.૨૦/૪/૨૦૧૮

મનપા દ્વારા મૂર્તિ હટાવ્યાની શંકા, દલિત યુવાને બ્લેડથી લખ્યું નામ

રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ અચાનક જ ગાયબ થતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો છે. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ છે. તેમજ ભાજપ અને વિજય રૂપાણી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પોલીસની હાજરીમાં જ રસ્તા પર પસાર થતી કારના કાચ ફોડવામાં આવતા મામલો ગરમાયો છે. જ્યાં સુધી મૂર્તિ પરત મુકવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તા પર જ બેસી રહેવાની ચિમકી ઉચ્ચારી હતી. ઘટનાના પગલે પોલીસ દોડી ગઇ છે અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબની મૂર્તિ આવેલી હતી. જે મૂર્તિ અચાનક જ ગાયબ થતા દલિત સમાજમાં રોષ જાવા મળી રહ્યો છે. મનપા દ્વારા આ મૂર્તિ હટાવ્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બન્ને મૂર્તિ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર મુકવામાં આવી હોવાથી મનપાએ હટાવી છે. પરંતુ આવું કૃત્ય કોઇ ટીખળી તત્વોએ વાતાવરણ બગાડવા તો નથી કર્યું ને તેવો સવાલ પણ ઉભો થયો છે. હાલ પોલીસનો બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પ્રતિમાઓ ઇસ્ઝ્ર દ્વારા હટાવી લેવામાં આવી હોવાની આશંકા સાથે શહેરમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં એક દલિત યુવાને બ્લેડથી પોતાના હાથ પર બાબાસાહેબનું નામ લખ્યું હતું. તેમજ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર દલિત સમાજના એ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ સર્જી દીધો હતો. ઘટનાને પગલે પોલીસે દોડી જઈને ટ્રાફિક પૂર્વવત કરાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY