સુરતના મેગા સ્ટોરનો સ્લેબ ઘરાશાયી થતા કર્મચારીનું દબાઈ જતા મોત

0
128

સુરત,તા.૨૧/૦૨/૨૦૧૮

અઠવાલાઈન્સમાં એક મેગા સ્ટોરનો સ્લેબ ઘરાશાયી થયો હતો. જેમાં એક કર્મચારી દબાઈ ગયો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જો કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અઠવાલાઈન્સ ખાતે આવેલા ધિરજ સન્સ સ્ટોરમાં મૂળ મહારાષ્ટ્રનો વતની રૂમશીંગ દિયા વસાવા(ઉ.વ.૩૨) કામ કરતો હતો. અને નાનપુરા વિસ્તારમાં રહેતો હતો. આજે મેગા સ્ટોરનો સ્લેબ પડતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા રૂમશીંગ દબાઈ ગયો હતો. જેથી ફાયરને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર વિભાગે સ્લેબ નીચે દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકે રિક્ષામાં સિવિલ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી તેના પરિવારને જાણ કરવામાં આવી છે.

મેગા સ્ટોરના મેનેજર દ્વારા યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેની સાથે સાથી કર્મચારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, મેનેજર હોસ્પીટલમાંથી ફરાર થઈ ગયો હતો. હાલ આ કેસને દબાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મરનાર યુવક મહારાષ્ટ્રનો વતની હતો અને મેગા સ્ટોરમાં છેલ્લા ૨ વર્ષથી કામ કરી રહ્યો હતો. મોતના પગલે પરિવારને જાણ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY