રાજકોટ માર્કેટિંગ યાર્ડની આગ પહેલાના સીસીટીવી ફુટેઝ સામે આવ્યા: બંડીવાળો મજૂર શંકાસ્પદ

0
181

રાજકોટ,
તા.૧૫/૦૩/૨૦૧૮

જુના માર્કેટ યાર્ડમાં મંગળવારે સાંજે લાગેલી આગ અંગે તપાસના આદેશો અપાયા બાદ પોલીસે જ્યાં આગ ભભૂકી હતી એ વિભાગના ૨૬ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ડીવીઆર કબ્જે કર્યુ છે. જેમાં પ્રાથમિક તબક્કે એક બંડીવાળો શખ્સ કે જે મજૂર જેવો લાગે છે તે શેડમાંથી નીકળતો અને સિકયુરીટીમેનને આગ લાગી તેમ કહેતો કેમેરામાં દેખાયો છે. આ શખ્સે આગ લગાડ્યાની શંકા ઉદ્દભવી હતી.

પરંતુ પોલીસ કહે છે કે, આ શખ્સ હાથમાં આવ્યા પછી જ એ નક્કી થશે કે આગ લાગી કે લગાડાઇ? હાલ સીસીટીવી ફૂટેજને આધારે જ તપાસ થઇ રહી છે. બીજી તરફ આજે પણ બળેલા કોથળાઓના ઢગલા નીચે આગના લબકારા દેખાતા હોઇ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી યથાવત રખાઇ છે. તેમજ યાર્ડમાં અન્ય દૂકાનો અને બેંકોના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવનાર હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

એફએસએલ અધિકારી પી.બી. ચાવડાએ જણાવ્યા મુજબ હજુ ઘટના સ્થળે પ્રાથમિક ચકાસણી કરી છે. પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે. ત્યારે આગ લાગી કે લગાડાઇ? કોઇ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો કે પછી તણખાથી લાગી? આ મુદ્દાઓ પર કોઇપણ નિર્ણય હાલના તબક્કે લઇ શકાયો નથી. જ્યાં સુધી આગ સંપૂર્ણ ઓલવાઇ ન જાય ત્યાં સુધી આગળની કાર્યવાહી શક્ય ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY