ન્યુ દિલ્હી,તા.૨૦
નાણાં પ્રધાન અરૂણ જેટલીએ રાફેલ ડીલ અને નોન પર્ફો‹મગ અસેટ્સ (દ્ગઁછ)ને લઈને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષને ‘મૂર્ખ રાજકુમાર’ (ક્લાઉન પ્રિંસ) ગણાવતા કહ્યું હતું કે, તે રાફેલ અને એનપીએ પર સતત જુઠ્ઠાણું ચલાવી રહ્યાં છે. રાહુલ ગાંધી એ રણનીતિ પર કામ કરી રહ્યાં છે જ્યાં એક જુઠ્ઠાણું બનાવવામાં આવે અને તેને વારંવાર બોલવામાં આવે.
જેટલીએ કહ્યું હતું કે, રાફેલને લઈને તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો રાહુલ ગાંધી તરફથી કોઈ જ જવાબ આવ્યો નથી. જેટલીએ ફેસબુક પર એક વિસ્તૃત નોટ લઈને રાફેલ અને એનપીએ પર કોંગ્રેસ અધ્યક્ષના આરોપોનો જવાબ આપ્યો છે. જેટલીએ લખ્યું છે કે, રાહુલ ગાંધી બે જુઠ્ઠાણાં ચલાવી રહ્યાં છે. એક તો રાફેલ ડીલને લઈને અને બીજુ મોદી દ્વારા ૧૫ ઉદ્યોગપતિઓને અઢી લાખ કરોડની લોન માફી આપવાને લઈને. જેટલીએ કહ્યું છે કે, આ બંને આરોપોમાં રાહુલ ગાંધીને શબ્દે શબ્દ ખોટો છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ એનપીએની વધતી જતી સમસ્યાઓને લઈને સતત મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. નાણાંમંત્રીએ પોતાની નોટમાં લખ્યું છે કે, રાહુલ ઉદ્યોગપતિઓની જે લોન માફીની વાત કરી રહ્યાં છે તે ૨૦૧૪ પહેલાની છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે યૂપીએ સરકાર હતી ત્યાં સુધીમાં એનપીએ ૨.૫ લાખ કરોડ હતી. પરંતુ હકીકત એ છે કે, એનપીએ કાર્પેટની અંદર છુપાયેલી છે. ૨૦૧૫માં આરબીઆઈએ એક અસેટ ક્વોલિટી રિવ્યૂ કર્યો હતો. પારદર્શી રીતે જ્યારે બેંકોએએ સ્વિકાર્યું ત્યારે પોલ ખુલી કે એનપીએ ૮.૯૬ લાખ કરોડ રૂપિયા હતી.
જેટ્લીએ પોતાની પોસ્ટમાં એ પણ આરોપ લગાવ્યો છે કે, એનપીએની રિકવરી કે તેમાં ઘટાડા માટે યૂપીએ સરકારમાં કોઈ પ્રભાવશાળી પગલા નહોતા ભરવામાં આવ્યા.
જેટલીએ રાહુલ ગાંધી પર નિશાન તાકતા કહ્યું હતું કે, રાફેલ અને એનપીએ, બંને મામલે તેઓ જુઠ્ઠું બોલી રહ્યાં છે. પબ્લિક ડિસ્કોર્સ એક ગંભીર પ્રક્રિયા છે અને તે કોઈ લાફ્ટર ચેલેંજ નથી. સંસદમાં રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનને ગળે લગાડવા પર ટોણોં મારતા કહ્યું હ્તું કે, પબ્લિક ડિસ્કોર્સને તમે ગળે લગાડવા, આંખ મારવા કે આ પ્રકારના જુઠ્ઠાણાં સુધી મર્યાદિત ના રાખી શકો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



