ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા પાંચ રાજ્યોમાં વિજયી સફળતાના ભાગરૂપે પેંડા વહેંચી, ફટાકડા ફોડી વિજયી જશ્ન મનાવ્યો.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બસ સ્ટેન્ડ ચોક ખાતે આજરોજ બપોરના સમયે શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણા રાજ્યોમાં યોજાયેલ મતગણતરી દરમિયાન પાંચેય રાજ્યોમાં વિજયી સફળતા બાદ કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા હતા. અને ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક ખાતે ઉપસ્થિત બધાને પેંડાની મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવ્યું હતું. તેમજ ફટાકડા ફોડી વિજયનો ભવ્ય જશ્ન મનાવ્યો હતો. તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપ અત્યાર સુધી હવામાં ઉડતો હતો જે આજે ધરતી પર પટકાયો છે. દેશના બની બેઠેલા ચોકીદારની અસલિયતની પ્રજાને જાણ થઈ ગઈ હોવાથી પ્રજાએ ચેતવણીરૂપ જાકારો આપ્યો છે. ૨૦૧૯ માં ફરી સત્તા પર બેસવાના સપના જોતા ભાજપને પ્રજાએ પોતાનો મિજાજ દેખાડી આપ્યો છે. પાંચેય રાજ્યોમાં ભાજપની હાલત “ના ઘરના કે ના ઘાટના” જેવી થઈ ગઈ હોવાનું તેમજ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં પણ આવી રીતે જ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતીથી વિજયી થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.
રિપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





