સેન ભૂવન શોમ અને મ્રિગ્યા જેવી કલ્ટ ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા
કોલકાત્તા,તા.૩૦
લેજેન્ડરી બંગાળી ફિલ્મ દિગ્દર્શક (ડાયરેક્ટર) અને પદ્મભૂષણ સન્માન મેળવનાર મૃણાલ સેનનું કોલકાતામાં ૯૫ વર્ષે નિધન થયું છે. કોલકાતાના ભવાનીપુર સ્થિત તેમના ઘરે સેને અંતિમ શ્વાસ લીધા હતા. મૃણાલ સેનના મૃત્યના સમાચાર મળ્યા બાદ કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘સેનના નિધનના સમાચારથી ખૂબ વ્યથિત છું. ફિલ્મ ઉદ્યોગ માટે આ મોટું નુકસાન છે. તેમના પરિવારજનોને હું સાંતવના પાઠવું છું.’
મૃણાલ સેન એક મહાન ડાયરેક્ટર હતા જેમના નામે સંખ્યાબંધ નેશનલ એવોર્ડ છે. સેને બૈશે સ્રાબન (બંગાળી,૧૯૬૦), ભૂવન શોમ (હિન્દી,૧૯૬૯), મ્રિગ્યા (હિન્દી, ૧૯૭૬), ઓકા ઊરી કથા (તામિલ, ૧૯૭૭), અકાલેર સાંધાને (બંગાળી,૧૯૮૦), ખારીજ (બંગાળી,૧૯૮૨) ખાંદાહાર (હિન્દી,૧૯૮૩) જેવી ક્લાસિક કલ્ટ ફિલ્મો બનાવી છે.
૧૯૫૦-૧૯૭૦માં બંગાળી સીનેમામાં કથા અને પટકથા પર જબરજસ્ત નિયંત્રણ ધરાવતી ત્રિપુટીમાં મૃણાલ સેનનો સમાવેશ થતો હતો. જ્યારે અન્ય બે મહાન દિગ્દર્શોકમાં સત્યજીત રે અને ઋત્વિક ઘટક આવે છે. સેન તેમની ફિલ્મોમાં સામાજીક-રાજકીય મુદ્દાઓને વણી લેવા માટે ખૂબ જાણીતા હતા. તેમની ફિલ્મોની સિનેમેટોગ્રાફી અને ટેક્નિકલ ગુણવત્તા ઉચ્ચ કક્ષાની જાવા મળતી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



