લોનવુલ્ફ એટેક ભારત માટે મોટો પડકાર : રાજનાથસિંઘ

0
19

ન્યુ દિલ્હી,તા.૧૭
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે લોન વુલ્ફ એટલે કે ટોળામાં ઘૂસીને પોતાની જાતને ઉડાવી દેવાનો હુમલો કરનારા આતંકીઓ સામે લડવું સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર છે. તેમણે કહ્યું કે ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ શ્રેષ્ઠ સમન્વય બતાવ્યો છે અને ભારત ઉપર કોઈ મોટો હુમલો ન થાય તે માટે ખાસ તકેદારી રખાઈ રહી છે.
ગૃહમંત્રી માનેસર સ્થિત એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ)ના ૩૪મા રાઈઝિંગ-ડે પરેડને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ન્યુયોર્ક અને લંડનમાં થયેલા હુમલાનો ઉલ્લેખ ક્ર્યો હતો જેમાં અનેક લોકોને કચડવા અને તેની હત્યા કરવા માટે વાહનોનો ઉપયોગ કરાયો હતો.
ગૃહમંત્રીએ કહ્યું કે લોન વુલ્ફ જેવા આતંકી હુમલો આપણા માટે અને સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર છે અને આ પડકારને ધ્યાનમાં રાખીને જ તૈયારી ચાલી રહી છે. ભારતે પોતાની રીતભાતમાં ફેરફાર કરવો પડો અને આ રીતભાત અણ્તન હોય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. રાજનેથે કહ્યું કે આતંકવાદ કોઈ એક દેશ સુધી મર્યાદિત નથી પરંતુ આ દુનિયાની સમગ્ર વસતીને અસરકતાર્‌ છે. સોશ્યલ મીડિયાએ આતંકીઓની વિચારધારાના પ્રસારમાં મદદ કરી છે અને આ એક નવો પડકાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY