મુંબઈ,તા.૧૭
૧૯ વર્ષ બાદ વિનિતાએ આલોક નાથ વિરુદ્ધ મુંબઈના ઓશિવારા સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ વડાપ્રધાન મોદી પાસે ન્યાયની માગ કરી છે.
#MeToo માં નામ સામે આવ્યા બાદ એક્ટર આલોકનાથ અને તેમની પત્નીએ વિનિતા નંદા વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જે બાદ વિનિતાએ પણ આ પડકાર સ્વીકારતા કહ્યું હતુ કે તે કાનૂની રીતે લડવા માટે તૈયાર છે. હવે બુધવારે વિનિતાએ આલોક નાથ વિરુદ્ધ મુંબઈના ઓશિવારા સ્ટેશનમાં લિખિત ફરિયાદ નોંધાવી છે. આની સાથે વિનિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ન્યાયની માગ કરી છે.
પોલીસ સ્ટેશન બહાર નિવેદન આપતા વિનિતાએ કહ્યું, મે આજે આલોકનાથ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ડ્યુટી પર હાજર પોલીસ અધિકારીએ મને વિશ્વાસ અપાવ્યો કે તે જલ્દી જ મારુ નિવેદન રેકોર્ડ કરશે અને હ્લૈંઇ પણ નોંધાવશે. મને પોલીસ અને ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ૧૯ વર્ષ બાદ હું આ ફરિયાદ નોંધાવવા આવી છુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



