ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ફરી મોટી કાર્યવાહી કરી : રાજનાથસિંહ

0
5

મુઝફ્ફરનગર,તા.૨૯
પાકિસ્તાનની સીમામાં ઘુસીને તેમને પાઠ ભણાવવા માટે કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે એક મોટી ખબર આવી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે સીમા પાર પાકિસ્તાની ટાર્ગેટ્‌સ પર એક વધુ મોટા હુમલાનો સંકેત આપ્યો છે.
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સિંહે કહ્યું, ‘બીએસએફના એક જવાનની સાથે પાકિસ્તાને જે રીતે ખરાબ વ્યવહાર કર્યો તે કદાચ તમને ખબર હશે. જેના ધ્યાનમાં રાખીને સીમા પર કંઇ થયું છે. હું જણાવીશ નહીં. થયું છે ઠીક ઠાક થયું છે. વિશ્વાસ રાખજા ઘણું ઠીક ઠાક થયું છે. બે-ત્રણ દિવસ પહેલા અને આગળ પણ જાજા શું થાય છે.’
ગૃહમંત્રીએ કહ્યું, ‘મેં આપણા બોર્ડર સિકિયોરીટી ફોર્સના જવાનોને કહ્યું હતું કે પડોશી છે પહેલી ગોળી ન ચલાવશો પરંતુ તેઓની એક પણ ગોળી આ બાજુ આવે તો પછી પોતાની ગોળીઓ ગણશો નહીં.’
ચીન અંગે તેમણે કહ્યું હતુ કે જવાનોએ મને કહ્યું છે કે ચીન બોર્ડર પર શું થાય છે, ત્યાંથી સૈનિકો આવે છે અને સામે ઉભા રહી જાય છે.તેઓ હથિયાર નથી કાઢ તા તો અમે પણ હથિયાર નથી કાઢતા. એ લોકો ધક્કા મુક્કી કરે છે. એ પછી બંને દેશના સૈનિકો એક બીજને થેંક્યું કહીને પાછા જતા રહે છે. આનો સીધો અર્થ છે કે ભારત એક શકિતશાળી દે છે. આપણા વડાપ્રધાને દુનિયાને દ્રઢ ઈચ્છા શકિતનો પરિચય આપ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY