મુંબઈ,તા.૨૫
રજનીકાંતની બહુપ્રતીક્ષિત ફિલ્મ ૨.૦નું નવું સોંગ રજૂ કરવામાં આવ્યું છે. આ સોંગ તામિલ અને હિન્દી બંને ભાષાઓમાં રજૂ થયું છે. સોંગના હિન્દી શબ્દ”તુ હી રે” છે, જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ સોંગ ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે.
લગભગ અઢી મીનિટના સોંગમાં રોબોટ રોમાંસ બતાવવામાં આવે છે. ફિલ્મના મુખ્ય અભિનેતા રજનીકાંત અને અભિનેત્રી એમી જેકસનની કેમેસ્ટ્રી જાઈ શકાય છે. બન્ને ડાન્સ કરતી વખતે એકબીજાને પ્રેમ કરે છે. અરમાન મલિક અને શાશા તિરૂપતિએ આ સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે. એ.આર. રહેમાનએ આ સોંગનું મ્યૂઝિક આપ્યું છે. વિવિધ અહેવાલો પરથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ સોંગ બનાવવા માટે એક મોટી કિંમત છે. આ સોંગને વિઝ્યુએલી ખૂબ રીચ રીતે બનાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.
રજનીકાંત અને એમી જેકસન, ઉપરાંત આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર, પણ મુખ્ય ભૂમિકા છે. અક્ષય ફિલ્મમાં એક નકારાત્મક ભૂમિકા ભજવતા નજર આવશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે જે પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવ્યું. ફિલ્મ રિલીઝ માટે ખૂબ જ આતુરતાથી રાહ જાવાઇ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







