ચેક બાઉન્સમાં રાજપાલ યાદવને છ માસની સજા

0
68

નવીદિલ્હી,
બોલીવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરનાર કોમેડી અભિનેતા રાજપાલ યાદવને દિલ્હીની કડકડડુમા કોર્ટે ચેક બાઉન્ડના મામલામાં છ માસનીસજા ફટકારી હતી. જા કે, કોર્ટે થોડી વારમાં જ જામીન પણ આપી દીધા હતા. રાજપાલ યાદવને સાત કેસોમાં જામીન મળી ગયા છે પરંતુ તેના ઉપર પ્રતિકેસ ૧.૬૦ કરોડ રૂપિયાનો દંડ લાગૂ કરવામાં આવ્યો છે. સાથે સાથે તેમની પત્નિને ૧૦ લાખ રૂપિયા પ્રતિકેસ દંડ આપવાની જરૂર રહેશે. આ પહેલા ૧૪મી એપ્રિલના દિવસેરાજપાલ અને તેમની પત્નિને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમિત અરોડાએ ચુકાદો આપતા કહ્યું છે કે, પુરાવા શંકાથી ઘેરાયેલા છે અને આરોપીઓને દોષિત સાબિત કરી રહ્યા છે. લક્ષ્મીનગર સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડે યાદવ અને અન્યોની સામે ચેક બાઉન્સ સાથે જાડાયેલી સાત જુદી જુદી ફરિયાદો દાખલ કરાવી હતી જેમાં તેમના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY