ભારતીય નાગરિક ની ઓળખ તરીકે અપાતા આધાર કાર્ડ દરેક નાગરિક ના કાર્ડ માં નામ પેહલા અટક આવતી હોય તે નામ બાદ આવવી જોયે કહી ગ્રાહકો ને હેરાનગતિ કરાતી હોવાની બૂમ ઉઠી છે.
રાજપીપલા :
રાજપીપલા શહેર ની સ્ટેટ બેંક માં વારંવાર ગ્રાહકો ને હેરાન કરતા હોવાની બૂમો સંભળાય છે છતાં આ માટે કોઈજ યોગ્ય પગલાં ના લેવાતા કેટલાક બેન્ક કર્મચારીઓ પોતાની મનમાની કરતા રહ્યા છે ત્યારે હાલ નવા ખાા ખોલવા માટે બેંક માં જતા ગ્રાહકો ને કંઈક વિચિત્ર રીતે જ હેરાન કરાતા હોવાની વાત સામે આવી છે જેમાં ગ્રાહકોને પોતાના ભણતા બાળકો ની સ્કોલરશિપ માટે ખાતું ખોલવાનું હોય રાજપીપલા સ્ટેશન રોડ ની સ્ટેટ બેંક માં જતા ત્યાંના કર્મચારી દ્વારા કંઈક વિચિત્ર પ્રકાર ની માંગ કરાય છે ,માં આધાર કાર્ડ માં નામ પેહલા અટક આવતી હોય છે ત્યારે બેંક કર્મી દ્વારા પેહલા નામ અને અંત માં અટક હોય તોજ ખાતું ખુલશે તેવી માંગ કરતા કેટલાય લોકો ખાતા ખોલાવવા ધક્કા ખાય રહ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે બેંક ની આવી ખોટી માંગણી સામે ગ્રાહકો માં રોષ જોવા મળી રહ્યો છે .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"