ભરૂચ,
ભરૂચનાં ઝાડેશ્વર ગામ ખાતે આવેલ અંગ્રેજી માધ્યમની સબરી સ્કૂલમાં આજરોજ પ્રજાસત્તાકદિન નિમિતે સંસ્થાના અગ્રણીઓ શિક્ષકો અને વિધાર્થીઓ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ ૧૭માં શાળાના વર્ષિકોત્સવમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નૈસધ મકવાણા અને દહેજ પાસે આવેલ બિરલા સ્કુલના પ્રિન્સિપાલ ડૉ. મનોજ ગુપ્તા સાથે સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જેમાં ડો.ગુપ્તાએ જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓને તેમનાં જીવન ઘડતરમાં માતા પિતાની હુંફની જરૂરત છે જેવા અન્ય ઉદાહરણ આપી પોતાની વાત રજુ કરી હતી. તેમજ વિદ્યાર્થીના વાલીઓ હાજર રહી વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ અને અન્ય કૃતિઓ રજૂ કરી વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ વર્ષિકોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળા દ્વારા અંડર૧૪ અને અંડર૧૬ માં વિધાર્થીઓ દ્વારા રાજ્ય સુધીના રમતોત્સવ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા બદલ અને વિજેતા બનવા બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"