રાજપીપલા રબારીવાડ માં ગેસનો બોટલ લીક થતા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ

0
61

ગેસ સળગાવવા જતા અચાનક ભડકો થયો જેમાં ગાદલા કપડાં સહિતની વસ્તુ માં આગ લાગતા પાલિકા ફાયર ટીમ તાત્કાલિક પોહચી જતા મોટી દુર્ઘટના થતા અટકી.

રાજપીપલા:
રાજપીપલા સિંધીવાડ પાસે આવેલા રબારીવાડ માં શનિવારે સાંજે એક મકાન માં જમવાનું બનાવવા ગેસ સળગાવવા જતા અચાનક ભડકો થયો જેમાં નજીકમાં મુકેલા સામાન પૈકી ગાદલા ,કપડાં માં આગ લગતા તાત્કાલિક નગરપાલિકા ફાયર ને જાણ કરતા ગણતરીની મિનિટો માં ફાયર ટિમ સ્થળે પોહચી જતા આગ પર કાબુ મેળવી ગેસ બોટલને ખુલ્લામાં લાવી પાણીનો મારો ચલાવ્યો હતો સદનસીબે આ ઘટના માં કોઈ ને ઇજા થઈ નથી પરંતુ ફાયર ની સમય સુચકતા થી મોટી દુર્ઘટના થતા અટકી હતી નહિ તો આગ વધુ ફેલાઈ હોત તો આજુબાજુ ના મકાનો પણ આગ ની લપેટ માં આવી શક્યા હોત, રાજપીપલા નગર પાલિકા ની ફાયર ટીમની સમયસૂચકતા થી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY