રાજપીપળા એસ ટી ડેપો ની પારસલ ઓફિસ માં પેઈડ પાર્શલ ના બંડલો પર વધારાનો ચાર્જ વસૂલાય છે..?! સત્તાધીશો અજાણ …!!

0
11

અન્ય શહેર માંથી પુરા રૂપિયા ભરી મોકલેલા પારસલ પર હમાલી ચાર્જ ના નામે વધારા ના દસ રૂપિયા ઉઘરાવી એની કોઈ રસીદ પણ ન અપાતા લોકો માં મૂંઝવણમાં

રાજપીપળા : રાજપીપળા એસ ટી ડેપો એ નર્મદા જિલ્લા નો મુખ્ય ડેો છે છં ઘણી સમયસ્યાઓ છે જે પૈકી હાલ ડેપો ની પાર્શલ ઓફિસ ના કર્મચારીઓ દ્વારા બહાર થી આવતા પર્શલ પર ખોટી રીતના પૈસા ઉઘરાવતા હોવાની બૂમ સાંભળવા મળી છે ત્યારે જાણવા મળ્યાં મુજબ રાજપીપળા ના એક યુવાન ને સુરેન્દ્રનગર અને ત્યારબાદ ભરૂચ શહેર માંથી સમયાંતરે બે અલગ અલગ પાર્શલો આવ્યા જેમાં ત્યાંથી મોકલનાર વ્યક્તિ એ એસ ટી પાર્શલ ના નિયમ મુજબ બંડલ ના પુરા રૂપિયા ત્યાંથી ચૂકવી મોકલ્યા હતા પરંતુ જયારે એ પાર્શલ રાજપીપળા પાર્શલ ઓફિસ પર આવ્યા અને લેનાર વ્યક્તિ એ લેવા ગયા ત્યારે એમની પાસે એક પાર્શલ દીઠ દસ રૂપિયા માંગવા માં આવતા પૂછતાં ત્યાંના કર્મચારી એ હમાલી ચાર્જ ના વધુ દસ રૂપિયા નું જણાવી આ પૈસા લીધા બાદ કોઈ રસીદ પણ ના આપતા લેનાર વ્યક્તિ એ આ માટે રસીદ કેવા માથાકૂટ કરી પરંતુ કોઈ જવાબ ન મળ્યો જેથી આખરે એ વ્યક્તિ વધારા ના દસ રૂપિયા આપી પાર્શલ લઈ જવા મજબુર થયો હતો

 હું આ બાબતે તપાસ કરી કેમ અને કોણે રૂપિયા લીધા છે એ માહિતી મેળવીશ

રાજપીપળા ડેપો મૅનેજર એન એમ કલ્યાણી એ જણાવ્યું કે બીજા શહેર નથી મોકલેલા પાર્શલ ના પૈસા ત્યાંથી ચૂકવ્યા હોય તો અહીં વધારાના પૈસા કેમ અને કોને લીધા એ હું તપાસ કરી જરૂરી પગલાં લઈશ

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY