સુરત, તા. ૨૦
ગત ૭મી અોક્ટોબરના રાત્રે લીંબાયતના ગોડાદરા વિસ્તારની સોમેશ્વર સોસાયટીમાંથી સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ બળાત્કાર અને હત્યાના ગુનામાં શહેર પોલીસે બિહારથી ઝડપી લીધો છે. ટ્રાન્જીટ રિમાન્ડ મેળવી આવતીકાલ સુધી શહેર પોલીસ નરાધમ આરોપીને સુરત લઈ આવશે.
લીંબાયત પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોમવારે સાંજે સોમેશ્વર સોસાયટીમાં અનિલ યાદવના રૂમમાંથી મસૂમ બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતી હતી. ૨૨ વર્ષિય અનિલ યાદવે સાડા ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારી તેનું ગળુ દબાવી હત્યા કરી નાસી છૂટયો હતો. આરોપીનું નામ તથા વતન બિહારનું સરનામુ મેળવી તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ïચ અને લીંબાયત પોલીસની ટીમ બિહાર વાના થઈ હતી. અનિલ યાદવના ગામમાં શહેર પોલીસે સિવિલ ડ્રેસમાં વોચ રાખી હતી, પરંતુ તે પોતાના ગામ આવ્યો ન હતો સુરત પોલીસ સતત અનિલનો મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ ચેક કરી રહી હતી. મોબાઈલના આધારે અનિલને તેના સંબંધીના ગામમાંથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. નરાધમ અનિલ યાદવના ટ્રાન્જીટ રિમાન્ડ મેળવીને પોલીસ આવતીકાલ સુધી સુરત આવી પહોંચશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



