રાપર તાલુકા માં ખનીજ માફિયા ઓ ફાટી ને ધુમાંડ઼ે ચડ્યા હોય એમ હવે તો જેની પાસે હોન્ડા લેવા નાં રૂપિયા નતા ઇ લોકો પણ ખાણો નાં માલિકો થઈ ગયા છે કારણ કે જયાં સરકારી પડતર જમીન મલે ત્યાં આવા તત્વો ભાડે થી જેસીબી હિટાચી લઇ ને કૂદી પડે છે અને અભ્યારણ કે ગૌચર જમીનો આડેધડ ખોદવા માંડ્યા છે તેમાંય ખાસ કરીને આડેસર ફ્તેગઢ ભીમાસર.ખેડૂકાં વગેરે અને ખાસ કરીને પ્રાથળ વિસ્તાર માં તો ફાટી ને ધુમાંડ઼ે ચડ્યા છે હાલ અંદાજે એકલા પ્રાથડ વિસ્તાર માં 80 ઉપર ગેર કાયદેસર ખાણો રાત દીવસ ધમધમે છે જેમાં ધબડા. જાટાવાડા .રાસાજી ગઢડા.જીલાર વાંઢ .દેશલપર.લોદ્રાંણી.નાગપુર.એકતા નગર.વેણુ વાંઢ .શિરાવાંઢ .માનાણી વાંઢ. વગેરે ગામો માં ધમ ધમે છે પણ બહેરા તંત્ર ને કાઈ દેખાતું જ નથી રોજ ની 250 ઉપર ગાડીઓ ઓવર લોડ નીકળે છે પણ ખનીજ ખાતા ને કાઈ દેખાતું જ નથી તો જયાં થી પસાર થાય છે અને જયાં બાજુ માંજ 5 થી 10 કિલો મીટર નાં અંતરે આવેલા અને નવા બનેલા બાલસર પોલીસ સ્ટેસન ને પણ નથી દેખાતું .

તો જાણવા મળયાં મુજબ રાપર ની ખાણો નાં હપ્તા પોલીસ નાં ઉચ્ચ અધિકારીઓ અને ખનીજ નિગમ નાં ઉપરી અધિકારીઓ ને હજારો નહીં પણ લાખો નાં આંકડા માં પહોંચતા હોવાનું ચર્ચાય છે જેનાં કારણે સ્થાનિક અધિકારીઓ પણ હાથ ઘસતા રહી જાય છે અને જેમ ઉપરી અધિકારી આવે અને નીચલો અધિકારી સલામ મારે કે આગળ પાછળ દોડે તેમ અહી ઓવર્લોડ ગાડીઓ નીકળે તેને જાણે રક્ષણ પુરુ પડતાં હોય તેંવું દેખાઈ રહ્યુ છે .જો યોગ્ય રીતે કાર્યવાહી કરાય તો અનેક નાં પગ નીચે રેલા આવે તેમ છે તો લોદ્રાંણી ગામ નાં રહીસ મહેન્દ્ર સિંહ વાઘેલા એ આ બાબતે ઍક લેખિત રૂપે અરજી ખનીજ વિભાગ અને બાલસર પોલીસ ને આપી છે જેમાં રાપર તાલુકા નાં લોદ્રાંણી અને નાગપુર વચ્ચે આવેલ સરકારી પડતર અને અભ્યારણ ની જમીન માં થી ખુલે આમ ખનીજ માફિયાઓ માટી કાઢી રહ્યાં છે જેમાં દાના ભૂરા બારી (રજપૂત) અને વજા ભૂરા બારી (રજપૂત) અભ્યારણ ની જમીન માંથી ખુલેઆમ માટી કાઢી રહ્યાં છે જેનાં કારણે ગામ ની અંદર પ્રદૂશણ અને ઉભેલ પાકો માં નુકસાન થાય છે અને રોડ ની હાલત બિસ્માર કરી નાખી છે તેવી લેખિત માં અરજી કરેલ છે

ડી.એમ.જાડેજા મો.૯૯૭૯૭૯૫૭૫૨
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





