મુસાફરો ને બેસવા બનાવેલી જગ્યા પર મામૂલી વરસાદ માં પણ ધાબુ ટપકતા પાણી ફરી વળતા ગંદકી અને મચ્છરો નો ત્રાસ, સાઉન્ડ સિસ્ટમ ભંગાર અને એસ ટી બસો નું ટાઈમ ટેબલ ક્યાં?


દોઢ કરોડ જેવી માતબર રકમ માં ચાર નવા ડેપો ઉભા થઈ શકે ત્યારે ફક્ત નવા લૂગડાં પહેરાવવા છતાં અનેક સમસ્યાઓ
રાજપીપળા: નર્મદા જિલ્લાના મુખ્ય એવા રાજપીપળા ના એસ ટી ડેપો નું હાલમાંજ દોઢ કરોડ થી વધુ રકમે નવીનીકરણ કરવામાં આવ્યું હોવા છતાં મામૂલી વરસાદ માં પણ ડેપો માં બેઠેલા મુસાફરો પર પાણી ટપકતા નવીનીકરણ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ પણ ભંગાર હોવાથી કેન્ટ્રોલર શું બોલે છે એ મુસાફરો ને ખબર પડતીજ નથી અને બસ માં જતા આવતા મુસાફરો માટે ખાસ ઉપયોગી એવું ટાઈમ ટેબલ પણ લગાડયું ન હોવાથી મુસાફરો ને ફરજીયાત કંટ્રોલર પાસે જઈ સમય પૂછવો પડે છે જોકે જુના ડેપો માં દીવાલ પર આ ટાઈમ ટેબલ પેઇન્ટ કરેલુંજ હતું પરંતુ નવીનીકરણ ટાણે કલર મારતા એ ઉડી ગયા બાદ ફરી નવું સમય પત્રક ચીતરાવ્યું નથી ત્યારે દોઢ કરોડ જેવી માતબર રકમ ક્યાં વાપરી…?! એ મોટો સવાલ છે શું એસ ટી વિભાગ નો અંધેર વહીવટ ક્યારેય નહિ સુધરે…? ત્યારે દોઢ કરોડ ખર્ચ બતાવ્યા બાદ પણ ઘણી સમસ્યાઓ વચ્ચે હજુ આ ડેપો ઘેરાયેલું હોય આ સમસ્યા કોણ અને ક્યારે દૂર કરશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




