ઈન્દોરમાં ચાર મહિનાની બાળકીનું દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

0
90

માત્ર ૨૩ દિવસમાં જ ચુકાદો આવ્યો,પોક્સો બન્યા બાદ આરોપીને ફાંસીની સજાનો પહેલો કેસ
ઈન્દોર,તા.૧૨
ઇન્દોરના રાજબાડા મુખ્ય ગેટની પાસે ઓટલા પર માતા-પિતાની વચ્ચે સૂતેલી ચાર મહિનાની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે એક વ્યક્તિને ફાંસીની સજા સંભળાવી. જજે ૭ દિવસ સુધી સાત-સાત કલાક માત્ર આ કેસને સાંભળ્યો અને ૨૧ દિવસમાં સુનવણી પૂરી થયા બાદ ૨૩મા દિવસે એટલે કે આજે શનિવારના રોજ ચુકાદો સંભળાવ્યો. આપને જણાવી દઇએ કે નવો કાયદો પાક્સો બન્યા બાદ કોઇ આરોપીને ફાંસીની સજા સંભળાવાનો આ પહેલો કેસ છે.
આ ઘટના ૨૦મી એપ્રલિના રોજની છે. બાળકી પોતાના માતા-પિતાની સાથે સૂતી હતી. ત્યારે દોષિત નવીન ઉર્ફે અજય ગડકેએ બાળીકને ઉઠાવી શ્રીનાથ પેલેસ બિલ્ડિગના બેઝમેન્ટમાં લઇ ગયો હતો, ત્યાં તેની સાથે ૧૫ મિનિટ દુષ્કર્મ કર્યું. પછી બિલ્ડિગની છતથી ફેંકીને તેની હત્યા કરી દીધી. નવીન પીડિત બાળકીનો માસા છે અને તે બાળકીના માતા-પિતા સાથે જ રહે છે.
૨૦મી એપ્રિલના રોજ ઘટના બની. ૭ દિવસમાં એટલે કે ૨૭ એપ્રિલના રોજ પોલીસે ચાલાન રજૂ કર્યું. ૨૮મી એપ્રિલના રોજ ટ્રાયલ શરૂ થયું. ૧ મેથી જિલ્લા કોર્ટમાં સુનવણી શરૂ થઇ. ૮મી મેના રોજ ૨૯ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા. ૯ મે ના રોજ આરોપીએ નિવેદન આપ્યું. આ દરમ્યાન કોર્ટે દોષિતને ૮૦ પ્રશ્નો કર્યા.
આરોપીઓ કહ્યુ કે મારી વિરૂદ્ધ તમામ આરોપો જુઠ્ઠા છે. ૧૦મી મેના રોજ છેલ્લી ચર્ચા થઇ અને કોર્ટે ૧૨મી મે સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પાક્સો કાયદામાં સંશોધન કરીને ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓની સાથે દુષ્કર્મ કરનારાઓની વિરૂદ્ધ મોતની સજાના કાયદાને મંજૂરી આપી હતી. નવા કાયદાની અંતર્ગત હવે જા દુષ્કર્મના કેસમાં છોકરીની આવક ૧૨ વર્ષથી ઓછી હશે, તો બળાત્કારીને મોતની સજા થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY