રાજપીપળા શહેર માં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા ગ્રાહકોને ધક્કે ચઢાવતા હોવાની બૂમ..!

0
62

આશાપુરી વિસ્તાર માં રહેતા એક ગ્રાહક ને જથ્થો આપવામાં માં પાંચ વર્ષ બાદ લગ્ન કરી સાસરે ગયેલી પુત્રી નું આધાર કાર્ડ માંગી ધક્કે ચઢાવતા દુકાનદાર સામે પગલાં લેવાશે…?!

પડતર માંગણીઓ માટે સરકાર સામે બાયો ચઢાવતા દુકાનદારો પૈકી અમુક દુકાનદારો ની જોહુકમી અને દાદાગીરી થી ગ્રાહકો હેરાન

 નર્મદા જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા પડતર માંગણીઓ ને લઈ હાલમાંજ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં સરકાર પાસે એમની માંગ નહિ સ્વીકારવામાં આવે તો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા ની પણ વાત હતી પરંતુ ગ્રાહકો ને પૂરો જથ્થો ન આપી ધક્કે ચઢાવતાા કેટલાક દુકાનદાારો સામે વારંવાર ફરિયાદો થવા છતાં પુરવઠા ના અધિકારીઓ કેમ પગલાં લેતા નથી…?

રાજપીપળા આશાપુરી વિસ્તાર માં રહેતા એક ગ્રાહક રાજુભાઈ મિસ્ત્રી ની પુત્રી રીન્કુ ના લઘભગ પાંચ વર્ષ પેહલા અન્ય જિલ્લા માંાંાં લગ્ન થયા એ સમયે એમની પુત્રી નું રાજપીપળા ના રેશનકાર્ડ માંથી નામ કમી કરી એની સાસરીના કાર્ડ માં ઉમેરાવ્યું હતું અને રાજપીપળા નો દુકાનદાર પાંચ વર્ષ થી આ ગ્રાહક ને અનાજ સહીત એમને મળતો જથ્થો આપતો હતો પરંતુ તહેવારો માં સરકાર દ્વારા અપાતો તેલ ખાંડ સહીત નો વધારાનો જથ્થો ચાલુ મહિને લેવા જતા પાંચ વર્ષ પેહલા જે પુત્રી નું લગ્ન થયેલું એનું આધાર કાર્ડ માંગતા ગ્રાહક ચોકી ઉઠ્યો હતો ત્યારબાદ પુરવઠા શાખા માં જતા ત્યાંથી જાણ થઈ કે પાંચ વર્ષ પેહલા પુત્રી નું નામ કમી કરાવ્યું હતું પરંતુ એ સમયે કોમ્પ્યુટર ન હોવાથી ઓનલાઇન ડેટા માં દેખાયું હશે માટે દુકાનદારે આધાર કાર્ડ ની માંગ કરી હશે પરંતુ સવાલ એ થાય છે કે ઘણા સમયથી ઓનલાઇન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે ત્યારે હાલ વધારા ના તેલ ખાંડ નો જથ્થો આપતી વખતેજ કેમ આ નાટક કરાયું …? શું પુરવઠા વિભાગ ની સિસ્ટમ માં ખામી હશે કે દુકાનદાર ની મનમાની એ બાબતે કોઈ નક્કર જવાબ ન મળતા ગ્રાહક ને ફરી વખત નામ કમી કરવાનું ફોર્મ ભરવા જણાવાયું હતું

ગ્રાહકો ને ધક્કે ચઢાવી શું આ રીતે એમના ના હક નો જથ્થો કાળાબજાર માં વેચાતો હશે…? જિલ્લા પુરવઠા અધિકારી આવા દુકાનદારો ની તપાસ કરી પગલાં લેશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY