રાજપીપળા સફેદ ટાવર પાસે આવેલા ડેલા માંથી એસ ઓ જી એ ગાંજા સાથે એક ની ધરપકડ કરી.

0
21

 રાજપીપળા સફેદ ટાવર પાસે આવેલા શ્રી રામ પ્રોવિઝન સ્ટોર ની પાછળ આવેલા ડેલા માં રહેતા ફકરૂદીન સફરુદિન શેખ ના રહેણાંક મકાન માંથી સોમવારે એસ ઓ જી ના પી એસ આઈ એચ જી ભરવાડ અને ટીમે બાતમીના આધારે 313 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિંમત રૂપિયા 3130 અને વેચાણ ના રૂપિયા 200 મળી કુલ રૂપિયા 3330 ના મુદ્દામાલ સાથે ફકરુદિન શેખ ને ઝડપી લીધો હતો અને એની સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.

નર્મદા જિલ્લા માં પોલીસે દારૂ બંધી નો કડક અમલ કરતા યુવાનો નશા ના આદિ બનતા હોય ત્યારે હવે ચરસ ગાંજા જેવા નશા ના રવાડે ચઢતા હોવાનું પણ લોકોનું માનવું હોય પોલીસે દારૂ જુગાર ની સાથે ગાંજા જેવા માદક પદાર્થ નું વેચાણ કરતા કે ખરીદતા તત્વો પર પણ લગામ લગાવવા કમર કસી હોય ત્યારે હજુ ગાંજા ના ધંધા સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે અને મુખ્ય સૂત્રધાર કોણ છે એ દિશા માં પોલીસ તાપસ કરશે હાલ તો પોલીસે ગાંજા સાથે પકડેલ વ્યક્તિની નાર્કોટિક્સ એક્ટ હેઠળ અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.તપાસ રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશન ના પી એસ આઈ વી એસ ગઢવી કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY