ડેપો મેનેજર વગર ચાલતા રાજપીપળા એસ ટી ડેપો ના ડ્રાઈવર કન્ડક્ટરો ની સલામતી પર અનેક સવાલ

0
11

વારંવાર બસો ઉપર થતા હુમલા માં ગત રાત્રે એક કંડક્ટર ને માથા માં ઇજા

થોડા દિવસ પેહલા રાજપીપળા નાસિક બસ બાદ રાજપીપળા હરિપરા બસ પર પણ પથ્થરમારો થવા છતાં ઘણી વગર ચલતા આ ડેપો ના સ્ટાફ ની કોઈ સલામતી નથી.

રાજપીપળા : નર્મદા જિલ્લો અલગ થયા ને વિસ વર્ષ થવા છતાં રાજપીપળા એસ ટી ડેપો હજુ ભરૂચ ડીીવીજન હસ્ત્તક ચાલતો હોવાથી આ ડેપો માં અનેક તકલીફો જોવા મળે છે ત્યારે હાલ ઘણા સમય થી ડેપો મેનેજર વગર ચાલતા રાજપીપળા ડેપો માં સ્ટાફ ની સલામતી માટે પણ સવાલ ઉઠી રહ્યા છે જેમાં છાસવારે એસ ટી ઓર થતા હુમલા માં ડ્રાઈવર કંડક્ટરની સુરક્ષા બાબતે કોઈ જોનાર નથી ત્યારે થોડા દિવસ પહેલાજ રાજપીપળા થી નાસિક જતી બસ પર પથ્થરમારો થયો ત્યારબાદ રાજપીપળા થી હરિપુરા ની બસ ને પણ રોડ પર કોઈ બાઈક ચાલકે અટકાવ્યા
બાદ બસ પર પાવડો મરી બસ ને ગોબા પાડ્યા બાદ ગત રાત્રેજ

વધુ એક ઘટના બની જેમાં રાજપીપળા થી ભરૂચ જઈ પરત આવતી છેલ્લી રાત્રે 8-20 ની બસ હરિપુરા અને અછાલીયા વચ્ચે પોહ્ચ્તા કોઈ એ ગિલોલ વડે પથ્થર મારતા બુકીંગ કરી બેઠેલા કંડક્ટર વસંતરાવ દેશમુખ ને ગોળી ની ગતિ થી આવેલો પથ્થર માથા માં વાગતા ઇજા થઈ હતી જોકે આ ઘટના માં કંડક્ટર કે ડ્રાઈવરે કોઈ ફરિયાદ નોંધાવી નથી કેમ કે ડેપો મેનેજર વગર ના આ ડેપો માં કોઈ જોનાર નથી ત્યારે પોલીસ સ્ટેશન ના ચક્કર માં કોણ પડે એમ મણિ વારંવાર થતા આવા હુમલાઓ બાદ પણ સ્ટાફ ચુપકીદી સેવી સહન કરી રહ્યો છે ત્યારે એસ ટી વિભાગે રાજપીપળા ડેપો માં મેનેજર સહીત ની અન્ય તકલીફો દૂર કરવી જોઈએ એવી સ્ટાફ ની માંગ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY