રાજપીપળા ની સ્કૂલો માં નાના નાના બાળકો મોબાઈલ વાપરતા અભ્યાસ ઉપર માઠી અસર
જિલ્લા શિક્ષણ અધિકારી પણ સરકારી કાર્યક્રમો માં વ્યસ્ત હોય ક્યારેય કોઈ શાળા માં તપાાસ થતીી નથી,શિક્ષકો ની અછત ના કારણે આમ પણ જિલ્લા નું પરીણામ નબળું હોય ત્યારે મોબાઈલ અને બાઈકો લઈ જતા બાળકો ચાલુ શાળા એ ગુલ્લી મારી રખડતા હોય છે
રાજપીપળા :નર્મદા જિલ્લા નું પરિણામ ઘણા સમય થી નબળું જોવા મળ્યું હતુંું ત્યારે એ માટે ખાસ શાળાઓ ના શિક્ષકો પર અન્ય સરકારી કામો નું ભારણ તદુપરાંત શિક્ષકોની અછત નીી સાથે હાલ રાજપીપળા ની મોટાાભાગની શાાળા માં મોબાઈલ અબે બાઈકો લઈ જતા નાના નાના બાળકો અભ્યાસ કરવા કરતા વધુ મોબાઈલ અને બાઈકો માં રસ ધરાવે છે ત્યારે સરકારે મોબાઈલ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં તેમજ નાના બાળકો ગેરકાયદેસર વગર લાઈસન્સે મોટરસાઈકલો લઈ શાળા કે ટ્યુશન માં જતા હોય એની સીધી અસર એમના અભ્યાસ પર પડે છે માટે દરેક શાળાઓ માં આકસ્મિક ચેકીંગ થાય અને મોબાઈલ તથા બાઈકો જેવી વસ્તુ બંધ થાય એ જરૂરી છે.
શિક્ષણ અધિકારી સહીત અન્ય અધિકારીઓ ભાજપ સરકાર માં સતત કાર્યક્રમો માં વ્યસ્ત હોવાથી શાળા સંચાલકો તેમજ ખાસ તો વાલીઓ એ પોતાના બાળકો નું ધ્યાન આપી મોબાઈલ કે બાઇક જેવી બાબત પર રોક લગાવવી જોઈએ નહિ તો ધોરણ આઠ,નવ,દસ માં ભણતા આ બાળકો ના સારા ભવિષ્ય ના સપના જોતા વાલીઓ માટે આ વસ્તુઓ ખરાબ પુરવાર થઈ શકે છે અને મોબાઈલ માં કાર્ટૂન સહીત અન્ય ખતરનાક તેમજ ખરાબ વિડિઓ જોતા તેમના બાળકો આવનારા દિવસો માં ગુનેગાર બને તો નવાઈ ની વાત નથી એજ રીતે વાલીઓ બાઈકો આપી દીધા બાદ પોતાના બાળકો શું કરે છે ક્યાં રખડે છે એ ધ્યાન ન આપતા હોવાથી પણ એમના બાળકો અભ્યાસ કરતા અન્ય પ્રવૃત્તિ માં બગડશે એ ચોક્કસ છે ત્યારે વાલીઓ અને શાળા સંચાલકો આ માટે ખાસ ધ્યાન આપે એ જરૂરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






