રાજપીપળાાના સરદાર ટાઉનહોલ ખાતે આજરોજ ચોથો નગરપાલિકા હસ્તક નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, જન્મ મરણ ના દાખલા, આવક ના દાખલા, આધારકાર્ડ, માં અમૃતમ યોજના , વિધવા સહાય તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના વિગેરે ની અરજીઓ નું સ્થળ ઉપર નિવારણ માટે આજનો કાર્યક્રમ વોર્ડ નં 5 થી 8 માટે યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ની હાજરી માં પાલિકાના સહીત તંત્ર ના અન્ય ખાતા ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી ફરજ બજાવી હતી.

આજના યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ માં લોકોએ ભાગ લઈ પોતાની વિવિધ અરજીઓ રજુ કરી હતી, અને તેનો સ્થળ ઉપર નિકાલ આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી આજના કાર્યક્રમ માં સવાર થી લાભાર્થીઓ ની ભારે ભીડ જામી હતી ત્યારે સાંજ સુધીમાં તમામ યોજનાઓ માટેની અંદાજિત 3500 જેવી અરજીઓ નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હોવાનું પાલિકા ના ચીફ ઓફીસર હેમેન્દ્ર શાહ એ જણાવ્યું હતું

આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ બચાવવા માટે પાલિકા દ્વારા ખાસ કાપડ ની થેલીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દરેક લાભાર્થીઓ ને પ્લાસ્ટિક બેગ બંધ કરી આ કાપડ થેલી નો ઉપયોગ કરવા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






