ડેપો ના વર્કશોપ માં છેલ્લા ત્રણ માસ થી અંધારપટ છતાં ભરૂચ ડીવીજન ના અધિકારીઓ ની આળસ ઊડતી નથી…!!
ડેપો ના વર્કશોપ માં કામ કરતા કારીગરો પોતાના મોબાઈલ ની લાઈટ વડે બસોની મરામત કરે છે ત્યારે આવી ગંભીર બાબતે વારંવાર જાણ કરવા છતાં સમસ્યા નો કોઈ ઉકેલ નથી.

રાજપીપળા: નર્મદા જિલ્લા ના રાજપીપળા એસ ટી ડેપો ના વર્કશોપ માં છેલ્લા ત્રણેક મહિના થી હેલોજન લાઈટો બંધ થતાા અંધારપટ છવાાઈ જતા અંદર કામ કરતા મિકેનિકો કે હેલ્પરો ને તકલીફ પડી રહી છે અને બસ ની નીચે કામ કરવા માટે ના ખાડા માં ઉતરતા કાારીગરો એતો પોતાાાના મોબાઈલ ફોન ની લાઈટો ચાલુ કરી બસો ની મરામત કરવી પડે છે ત્યારે મળતી માહિતી મુજબ ત્રણેક માસ પેહલા વર્કસોપ ની હૅલોજનો બંધ પડી જતા એ તમામ ભરૂચ મોકલી હોય ત્યાંથી રીપેર થઈને કે નવી લાઈટો ન આવતા તકલીફ છે અને આ બાબતે વારંવાર ભરૂચ ડેપો માં જાણ કરવા છતાં ત્યાં કોઈના પેટનું પાણી હાલતું નથી જેના કારણે કારીગરો એ અંધારા માં કામ કરવું પડે છે ત્યારે આ અંધારા માં કરાયેલ કામ માં કોઈ ક્ષતિ રહી જાય અને ક્યારેક કોઈ મોટી હોનારત સર્જાય ત્યારે જવાબદાર કોણ…? શું મામૂલી લાઈટો જેવી સમસ્યા માટે પણ ત્રણ મહિના નો સમય લાગે છે છતાં અંધારપટ ત્યારે ભરૂચ થી નર્મદા જિલ્લો અલગ કર્યા ને વિસ વર્ષ થવા છતાં આ ડેપો નું સંચાલન ભરૂચ પાસે રાખનારા અધિકારીઓ ની રાજપીપળા ડેપો ની તકલીફ માટે ઊંઘ કેમ ઊડતી નથી…?
મેં ચાર્જ સાંભળતાજ લાઈટો બાબતે પત્ર લખ્યો છે : ડેપો મેનેજર
આ બાબતે રાજપીપળા ડેપો માં હાલમાંજ મુકાયેલા ડેપો મેનેજર એન એમ કલ્યાણી એ જણાવ્યું કે હું હાજર થયો ત્યારે રાઉન્ડ માં હતો એ સમયેજ જોયું કે વર્કસોપ માં અંધારું છે જેથી મેં તાત્કાલિક ભરૂચ ડીવીજન માં પત્ર લખી જાણ કરી છે માટે હવે આ તકલીફ બહુ જલ્દી દૂર થશે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






