આરોગ્ય શાખા 150 જેવા કર્મચારીઓ અચાનક હડતાલ પર જતા સ્થાનિક નેતાઓ ત્યાં દોડી ગયા
રાજપીપળા : નેશનલ હેલ્થ મિશન નર્મદા જિલ્લાના આરોગ્ય શાખાના કર્મારીઓ નો પાંચ મહિના પહેલા જાહેર કરેલો પગાર વધારો પરત ખેંચી લેતા જિલ્લા ના તમામ કર્મચારીઓ સાથે મળી કુલ 150 જેટલા કર્મીઓ આજે જિલ્લા પંચાયત ની ઓફિસ ખાતે અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતરી ગયા છે નેશનલ હેલ્થ મિશન નમદા જિલ્લા ના આરોગ્ય શાખા ના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તા 28 એપ્રિલ ના રોજ થયેલ હુકમ મુજબ િનિયોરીટી વાઇસ લોયલ્ટી બોનસ સાથે પગાર વધારો કરાયો હતો,

ત્યારબાદ 5 મિ જુને અધિકારીઓ પાસે અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા અને અભિપ્રાયો મોકલવા છતાં પગાર વધારો રોકી દેવાયો હતો ત્યારે સમગ્ર નેશનલ હેલ્થ મિશન ના કર્મચારીઓ આ સંદર્ભે પગાર વધારો કરાય તેવી ઉગ્ર રજુઆત કરી પરંતુ રજુઆત બાદ પણ આંખ ન ઉઘડતા આજે હડતાળ પર ઉતરી આંખ ઉઘાડવા પ્રયાસ કર્યો છે અને જો હજુ માંગણી ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચાંરી હતી જોકે આજે આદિવાસી ગણાતા નર્મદા જિલ્લા ના CHC અને PHC માં ડોકટરો સહીત કોઈપણ અધિકારી હાજર ન રહેતા ગરીબ આદિવાસી દર્દી ઓની હાલત કફોડી બની છે અને જો કોઈ દર્દી ને સારવાર ન મળે અને કોઈ ઘટના બને તો એનું જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
અમારા કેટલાક અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે : ર્ડો.રવિ દેશમુખ
ર્ડો.રવિ દેશમુખે આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારે પગાર વધારો જાહેર કરવા છતાં કેટલાક અધિકારીઓ સરકાર ને ગેરમાર્ગે દોરતા હોવાથી કર્મચારીઓ નો પગાર વધારો પાછો ખેંચી લેવાયો હોય રજૂઆતો બાદ પણ જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે ગાંધી ચીંધ્યો માર્ગ પણ અપનાવીશું
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






