ગોગોઈએ વકિંંગ ડે પર જજાની રજા ઉપર લગાવ્યો પ્રતિબંધ

0
297

નવી દિલ્હી, તા.૧૨
દેશની વિવિધ કોર્ટોમાં પેન્ડીંગ મામલાઓના બોજને ઘટાડવા માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યદિવસ દરમિયાન ‘નો લીવ’ (કોઈ રજા નહીં)નો ફોર્મ્યુલા કાઢ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અત્યારે આશરે ૫૫ હજાર કેસ પેન્ડીંગ પડ્યા છે. જ્યારે ૨૪ હાઈકોર્ટોમાં ૩૨.૪ લાખ કેસો હજી પણ પેન્ડીંગ છે. જ્યારે નીચલી કોર્ટમાં ૨.૭૭ કરોડ કેસો પેન્ડીંગ છે. જે દેશની ન્યાયપાલિકાની ત્રિસ્તરીય વ્યવસ્થામાં ન્યાયના માર્ગમાં રોળા બની રહ્યા છે. આજ કારણસર ન્યાય મેળવવાની લાઈનમાં ઉભેલ લોકોએ લાંબા સમયથી રાહ જાવી પડે છે. ૩ ઓક્ટોબરે દેશના ચીફ જસ્ટીસ પદની શપથ લીધા બાદ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પેન્ડીંગ કરોડો મામલાના બોજને ઘટાડવા માટે કડક પગલા લેવાના સંકેત આપી દીધા હતા. કાર્યકાળ શરુ થયાના એક સપ્તાહની અંદર તેમણે પ્રત્યેક હાઈકોર્ટના કોલીજિયમ મેમ્બર્સ સાથે ચર્ચા કરી. વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તેમણે પેન્ડિંગ મામલામાં ઘટાડો કરવા માટે તેજ દવાઓનુ ઉદાહરણ આપ્યુ. સીજેઆઈ ગોગોઈએ કડવા ડોઝની સલાહ તરીકે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને એ જજાને ન્યાયિક તપાસમાંથી હટવા કહ્યુ જે કોર્ટ કામગીરી દરમિયાન અનિયમિત છે. તેમણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને એ જજા અંગે જાણકારી આપવા માટે કહ્યુ જે કામ દરમિયાન અનુશાસનની અવગણના કરે છે. તેમણે વચન આપ્યુ કે સુપ્રીમ કોર્ટ આવા જજા સાથે વ્યક્તિગત રીતે મુલાકાત પણ કરશે. સાથે જ તેમણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને વરીષ્ઠ જજાને ન્યાયતંત્રમાં મોટાપાયે ખાલી પદોને ભરવા માટે તાત્કાલિક પગલા લેવા પણ જણાવ્યુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY