શક્તિસિંહને સોંપાઈ મોટી જવાબદારી, બિહાર કોંગ્રેસ પ્રભારી બનાવાયા

0
141

ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮

અગાઉ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે સી.પી. જાશી હતા

કોંગ્રેસ મોવડી મંડળે ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા શક્તિસિંહને મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો. કેન્દ્રીય કોંગ્રેસ સંગઠને ગુજરાતના નેતા શક્તિસિંહને બિહારની જવાબદારી સોંપી છે. શક્તિસિંહને બિહાર કોંગ્રેસના પ્રભારી તરકેની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસે શક્તિસિંહ પર મોટી બાજી રમી બિહાર રાજ્યના કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા બિહારના નવા પ્રભારી તરીકે શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ સી.પી. જાશીના સ્થાને હવે બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી નિભાવશે. મતલબ કે, સી.પી. જાશીના સ્થાને શક્તિસિંહની બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનમાં ફેરફાર કરવાનો સીલસીલો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાને અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હવે બિહારમાં સી.પી. જાશીના સ્થાને ગુજરાતના કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY