ફરી એકવાર ભરૂચ એલ.સી.બી ઝીણવટભરી કામગીરી રંગ લાવી રૂપિયા 3,38,400 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

0
256

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની જિલ્લામાં પ્રોહિબિશન સહિત તમામ ગુના મા ઝીરો ટોલરન્સ ની એલસીબી પોલીસ ઇન્સ્પેકટર અને સ્ટાફને આપેલ સુચના મુજબ આજરોજ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ હેડ કોન્સ્ટેબલ બાલુભાઇ અને અન્ય સ્ટાફ ના પો.કર્મીઓ અંકલેશ્વર ખાતે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ ને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ખરોડ પાસે એક ટ્રકમાં પરપ્રાંતીય વિદેશી દારૂ ભરેલ છે જે બાબતે સમગ્ર પોલીસ કુમકે હેડ કોન્સ્ટેબલ બાલુભાઈને મળેલ બાતમી મુજબ તપાસ કરતા બાતમી વાળી ટ્રક નં GJ -06 V 8928 ખરોડ થી આગળ રોડની બાજુએ ઉભેલ મળી આવેલ.સદર ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતા ટ્રક ખાલી માલમ પડે પરંતુ ઝીણવટભરી તલાસી લેતા એલસીબી સ્ટાફને કેબિનના પાછલા ભાગે ચોરખાનું માલુમ પડતા પતરૂ ખસેડી જોતાં અંદરથી 80 વિદેશી દારૂ અને બિયરના કાર્ટૂન મળી આવેલ જેમાં કુલ બોટલ 2880 નંગ જેની કિંમત રૂ 3,38400 અને ટ્રક ની કિંમત મળી કુલ રૂપિયા 8,38,400નો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર પોલીસ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે


અત્રે ઉલ્લેખનીય છે કે બાતમીવાળી ટ્રક ચોર ખાનાવાળી હતી અને ઝીણવટ ભરી તપાસ થી જ સદર દારૂ પકડી શકાયો છે જે બાબતે ભરૂચ એલસીબીને અને તેના સ્ટાફને દાદ દેવી ઘટે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY