નેત્રંગમાં કડીયાકામ કરતાં મજુરના બેંક ખાતામાંથી ઠગે ૪૯,૯૯૯ રૂપિયા ઉપાડી લીધા

0
238

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગના જીનબજાર વિસ્તારમાં રહેતા રમણભાઇ આશાભાઇ માછી કડીયાકામ કરી ઘરગુજરાન ચલાવે છે,જેમાં નેત્રંગના કાંટીપાડા ગામમાં કડીયાકામ ચાલતું હોવાથી મજરી અથઁ ગયા હતા,જે દરમિયાન સવારના ૧૧ વાગ્યાની આસપાસ તેમના મોબાઇલ પર ૭૨૫૦૯૧૮૧૮૬ અને ૮૯૧૦૮૦૧૬૬૭ મોબાઇલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો,અને જણાવેલ કે એસબીઆઇ બેંકમાંથી બોલું છું,આપે ગાડી માટે લોન લીધી છે અને માચઁ એડિંગ હોવાથી તમારા બેંકખાતાની તમામ વિગતો જોઇએ છે,જેથી તમારા એટીએમ કાડઁ ઉપરનો ૧૬ ડિઝીટનો નંબર આપો,જેથી કડીયાકામ કરતા મજુર રમણભાઇ માછીએ પોતાના એટીએમ કાડઁનો ૧૬ ડિઝીટ નંબર આપી દીધો હતો,

ત્યારબાદ તરત જ પોતાના બેંકખાતમાંથી ક્રમશ ૨૪૯૯૯,૨૦૦૦૦ અને ૫૦૦૦ રૂપિયા ઠગે ઉપાડી લીધા હતા,જ્યારે ઘટનાનો ભોગ બનનાર મજુરના મોબાઇલ ફોન ઉપર બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાના એસએમએસ આવતા જ કાંટીપાડા ગામથી મજુરીકામ છોડીને નેત્રંગ એસબીઆઇ બેંકમાં દોડ્યો હતો,પરંતુ બેંકમાં રવિવારની રજા અને પોતાના બેંકખાતામાં ૪૯,૯૯૯
રૂપિયા ઉપાડી લીધા હોવાનું મજુરને માલુમ પડ્યુ હતું,જેથી કાળી મજુરી કરીને જણા કરેલા રૂપિયા ઠગે ઉપાડી લીધા હોવાનું માલુમ પડતા જ મજુરના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી,ત્યારબાદ તરત ટોલસેન્ટરમાં ફોન કરીને એટીએમ કાડઁ બ્લોક કરી દીધુ હતું,

જ્યારે બીજી બાજુએ કડીયાકામ કરતાં મજુરના બેંકખાતામાંથી ઠગે રુપિયા ઉપાડી હોવાની ઘટનાની જાણ સમગ્ર નેત્રંગ પ્રજાને થતાં ફફડાટ મચી જવા પામ્યો હતો,જ્યારે છેલ્લા કેટલાક સમયથી આમ પ્રજાના મોબાઇલ ફોન ઉપર એટીએમ નંબર અપે બેંકખાતાની પુછપરછ અથઁ ઠગના વારંવાર ફોન આવે તેવું જાણવા મળ્યું છે,જેમાં કેટલાક લોકોના બેંકખાતામાંથી રૂપિયા ઉપાડી પણ લીધા છે,પરંતુ આજદિન સુધી આ બાબતનો યોગ્ય નિકાલ આવ્યો હતો,જેથી ગરીબ પ્રજા સતત ભોગ બની રહી છે.

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ
મોબાઇલ નંબર :-૯૪૦૮૯૭૫૩૯૩

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY