– જેમાં ભરૂચ જીલ્લાના તમામ તાલુકામાં રાજસ્થાન,ગુજરાત,મહારાષ્ટ્ર,ગોવા અને દીવ-દમણના ૯૯ થી ૧૦૦ જેટલા કલાકારો સાંસ્કૃતિક કાયઁક્રમ રજુ કરશે
નેત્રંગ:
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથ ભરૂચ જીલ્લા વહીવટીતંત્ર ધ્વારા આયોજીત નેત્રંગ-વાલીયામાં યાત્રા પશ્વિમલાપ પ્રોગ્રામની તડામાર તૈયારીઓ કરી રહાય છે,જેમાં ભરૂચ જીલ્લાના તમામ તાલુકામાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દીવ-દમણના ૯૯ થી ૧૦૦ જેટલા કલાકારો સાંસ્કૃતિક કાયઁક્રમ રજુ કરશે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથ ભરૂચ જીલ્લા વહીવટીતંત્ર ધ્વારા આયોજીત વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદેપુર ધ્વારા યાત્રા પશ્વિમલાપ કાયઁક્રમનું આયોજના કરવામાં આવ્યું છે,જેમાં આગામી ૧૧ માચઁ ના સાંજના ૮ કલાકે નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રી મતિ એમ.એમ ભકત હાઇસ્કુલ અને ૧૨ માચઁના સાંજના ૮ કલાકે શ્રી રંગ નવચેતન હાઇસ્કુલ વાલીયામાં સાંક્રૃતિક કાયઁક્રમ યોજનાર છે, જેમાં ભરૂચ જીલ્લાના તમામ તાલુકામાં રાજસ્થાન,ગુજરાત,મહારાષ્ટ્ર,ગોવા અને દીવ-દમણના ૯૯ થી ૧૦૦ જેટલા કલાકારો સાંસ્કૃતિક કાયઁક્રમ રજુ કરશે, જેની આયોજકો ધ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જ્યારે આ કાયઁક્રમના અનુંસંધાને વનવાસી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર: દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"