ગુજરાતની ભાજપ સરકાર ૩૧ ઑક્ટોબરે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે.
નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડૅમથી ૩.૩૨ કિલોમીટર દૂર આવેલા સાધુ ટેકરી પર ઊભું કરવામાં આવેલું આ સ્મારક ૩૧ ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવા અપેક્ષિત છે એમ ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહે જણાવ્યું હતું. પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા મંગળવારે તેમણે સ્મારકના સ્થળની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા આ સ્મારકનો શિલાન્યાસ ૨૦૧૩ની ૩૧ ઑક્ટોબરે ભારતના લોખંડી પુરુષના ૧૩૮મા જન્મદિવસે કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના નિરીક્ષણ હેઠળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા તૈયાર થનારા ત્રણ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"